યુકેમાં રહેતાં વ્યક્તિ પાસેથી એસ્ટેટ બ્રોકરે બક્ષિસ લેખ કરાવી 8 ફ્લેટ અન્યને વેચી દીધા

યુકેમાં રહેતા નિવૃત્તિ જીવન જીવતા જીતેન્દ્રભાઇ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી

MailVadodara.com - An-estate-broker-sold-8-flats-to-others-after-obtaining-a-bounty-article-from-a-person-living-in-the-UK

- 1.18 કરોડની છેતરપિંડી થતાં એસ્ટેટ બ્રોકર સામે ડીસીબી પોલીસમાં ફરિયાદ

મૂળ આણંદ જિલ્લાના અને હાલમાં લંડનમાં રહેતા અને નિવૃત્તિ જીવન જીવતા જીતેન્દ્ર રાવજીભાઈ પટેલે ડીસીબી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, હું નિવૃત્તિ જીવન જીવી રહ્યો છું. મારો મુળ વતન ધર્મજ રણોલી બોરસદ છે. મારા માતા-પિતા આફ્રિકા રહેતા હતા ત્યાં મારો જન્મ થયો હતો. બાદમાં અમે માતા-પિતા સાથે મહારાષ્ટ્રમાં શિફ્ટ થયા હતા, થોડાક વર્ષો બાદ મારા માતા-પિતા સાથે લંડન ખાતે રહેવા ગયા હતા.

તેમણે ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, વર્ષ 2011માં મે અને મારા ભાઈએ મૂડી રોકાણ કરવાના હેતુથી માંજલપુર ગામ ભાથીજી મંદિર સામે ક્રિષ્ના એવન્યુના તથા ગોત્રી ટીબી દવાખાનાની સામે સંકલ્પ ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું હતું. આ માંજલપુર ક્રિષ્ના એવન્યુ ખાતેના ફ્લેટ સુદેવ ડેવલપર્સના હતા. તેઓ પાસેથી માંજલપુર ક્રિષ્ના એવન્યુ ફ્લેટ નંબર 102, ફ્લેટ નંબર 202, ફ્લેટ નંબર 204, ફ્લેટ નંબર 301, અને ફ્લેટ નંબર 302, 304નો દસ્તાવેજ મારા અને મારા ભાઈના નામે અકોટા રજિસ્ટ્રેશન કચેરી ખાતે કરાવ્યો હતો.

આ સાથે ગોત્રી ખાતે આવેલ સંકલ્પ ફ્લેટ નંબર 104, ફ્લેટ નંબર 201, ફ્લેટ નંબર 202, ફ્લેટ નંબર 204નો દસ્તાવેજ મારા તથા મારા નાના ભાઈના નામે સમા રજિસ્ટર કચેરી ખાતે નોંધણી કરાવ્યો હતો. જે તમામ ફ્લેટની અમે રૂપિયા 1,17,45,000માં ખરીદી હતી. બાદમાં વર્ષ 2022भां હું અને મારો ભાઈ ભારત પરત ફર્યા હતા અને ગોત્રી ખાતે આવેલા સંકલ્પ ફ્લેટ ઉપર તપાસ કરવા માટે ગયા હતા. તે દરમિયાન તેજસ મહેન્દ્ર ભટ્ટ (103 પરમ પેરેડાઇઝ રામેશ્વર વિદ્યાલય પાછળ ગોત્રી વડોદરા શહેર) મળ્યો હતો અને તેઓએ અમને એસ્ટેટ બ્રોકર હોવાની ઓળખ આપી હતી, બાદમાં મકાન લેવેચનું કામ કરે છે તેવું જણાવ્યું હતું. ત્યાર બાદ અમારે પણ આ ચાર ફ્લેટ વેચવાના હોવાથી તેઓને સારી બજાર કિંમતથી વેચી આપશે તેવી વાત કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે આ તેજસ મહેન્દ્ર ભટ્ટનો મારા મોબાઈલ ઉપર ફોન આવ્યો અને માંજલપુર વાળા ફ્લેટ પણ જોવા માટે જણાવ્યું હતું. બાદમાં માંજલપુર ખાતેના ફ્લેટ જોયા પછી તેઓએ અમોને જણાવ્યું કે તેઓને સંપર્કમાં ઘણા બધા ખરીદારો છે. 

આ ફલેટો તેઓને સારા ભાવે વેચાણ કરી આપશે. બાદમાં તેઓએ મને અને મારા ભાઈને તેઓની ઓફિસ ફોર્ચ્યુન ચેમ્બર ખાતે બોલાવ્યા હતા. ત્યાર બાદ તેઓએ જણાવ્યું કે આ તમામ ફ્લેટ લેવા માટે ગ્રાહકો તૈયાર છે અને તેની અંદાજીત કિંમત રૂપિયા 1,18,00,000 આવશે જે બાદ તેઓ તૈયાર થયા હતા. એક અઠવાડિયામાં દસ્તાવેજ થઈ જશે તેવી તૈયારીની વાત કરી હતી. ત્યારબાદ અમે સપ્ટેમ્બર 2022 સુધી રોકાયા હતા અને ત્યાર બાદ મારા ભાઈને યુકે જવાનું થયું હતું. બાદમાં હું બેથી ત્રણ વાર તેજસ ભટ્ટને મળ્યો હતો અને સમય મર્યાદામાં દસ્તાવેજ કરાયા ન હતા. જેથી મારે પણ યુકે જવાનો સમય થયો હતો. જેથી આ તેજસ ભટ્ટે મને જણાવ્યું કે તમારા ફ્લેટો વેચવામાં સમય જાય તેમ છે તો તમારે ફ્લેટો વેચવા માટે તમારે મને બક્ષિસ લેખ કરી આપવો પડશે. અને તે આધારે તમારા ફ્લેટો વેચાણ કરી અને તમારા રૂપિયા તમને જેમ જેમ ફ્લેટ વેચાશે તેમ તેમ આપીશ. બાદમાં બક્ષિસ લેખો તથા સમજૂતી કરાર કરવો પડશે અને આ પ્લેટોની નક્કી કરેલી કિંમત તમને ચેક દ્વારા સિક્યુરિટી પેટે હું લખી આપું છું જેથી તેઓને વિશ્વાસ આવ્યો હતો. અને ત્યાર બાદ તેઓએ તમામ ફ્લેટ રજિસ્ટર બક્ષિસ લેખ કરી આપ્યા હતા. બાદમાં માંજલપુર અને ગોત્રી ખાતેના 10 ફ્લેટ પૈકી 8 ફ્લેટો તેજસ ભટ્ટે અન્ય વ્યક્તિઓને વેચ્યા હતા. પરંતુ તેનું પેમેન્ટ ફરિયાદીને ના કરતા આખરે સમગ્ર મામલે ડીસીબી ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપીએ ફરિયાદીના રૂપિયા 1.18 કરોડની છેતરપિંડી આચરી હોવાથી ડીસીબી ક્રાઈમએ વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments