ચોખંડી ચાર રસ્તા પાસે ગાંધીની દુકાનમાં ખાનગી તેલ કંપનીનો કર્મચારી લિફ્ટમાં ફસાઈ જતાં મોત

હરીવર્ધન મોહનલાલ ગાંધી નામની દુકાનમાં મૃતક સ્ટોક ચેક કરવા ગયા હતા

MailVadodara.com - An-employee-of-a-private-oil-company-died-after-getting-trapped-in-the-lift-at-Gandhi-shop-near-Chokhandi-Char-Road

- ફાયર બ્રિગેડે દ્વાર ભારે જહેમત બાદ વ્યકિતને બહાર કઢાયો


વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલ ખાનગી ગાંધીની દુકાનમાં ખાનગી તેલ કંપનીનો કર્મચારી લિફ્ટમાં સ્ટોક ચેક કરવા ગયો હતો. તે દરમિયાન કોઈ કારણોસર લિફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતા લિફ્ટ પરત ન ફરતા ચેક કરવાં જતાં લીફ્ટમાં ફસાઈ હોવાથી ફાયર વિભાગને જાણ કરાઈ હતી. આ બનાવ સંદર્ભે વાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.



આ બનાવમાં શહેરના ચોખંડી ચાર રસ્તા પાસે હરીવર્ધન મોહનલાલ ગાંધી નામની ત્રણ માળની દુકાન આવેલ છે. આ દુકાનમાં ખાનગી તેલ કંપનીનો કર્મચારી વ્રજેશ અરવિંદભાઈ ગાંધી સ્ટોક ચેક કરવાં ઉપર ગયા હતા. આ દરમિયાન લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટમાં માથુ ફસાઈ ગયું હતું. બાદમાં થોડાક સમય બાદ પરતના પડતા દુકાનનો કર્મચારી જોવા માટે ઉપર ગયો હતો. બાદમાં ગંભીર હાલત જોઈ ફાયર વિભાગની કોલ કરવામાં આવ્યો હતો.


તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ફસાયેલ વ્યક્તિને બહાર કાઢી ગંભીર ઇજાઓ થતા તેઓનું લિફ્ટમાં જ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે ગાંધી દુકાન ખાતે લોક ટોળા ઉમટ્યા હતા. તેલ કંપનીનો કર્મચારી લિફ્ટમાં ફસાયો હોવાથી દુકાન માલિકે વાડી પોલીસને જાણ કરાતા તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે મરનાર કર્મચારીના મૃતદેહને પોસ્ટમોટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હાલમાં વાડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Share :

Leave a Comments