- આ કર્મચારી વહીવટદાર હોવાથી તેને છૂટો કરવામાં આવતો નથી એવી ચર્ચાએ જોર પકડ્યું..!
કલેકટર કચેરીમાં ફરજ બજાવતા એક વહીવટદારની બદલી થઈ ગઈ હોવા છતાં તેના ગોદફાધર અધિકારી તેને છૂટો નહીં કરતા હોવાની ચર્ચા ચાલી રહી છે.
સરકારી કચેરીઓમાં બદલીઓ બાદ જેની બદલી થઈ હોય એવા કર્મચારીને છુટા કરવામાં તેમના ગોડ ફાધર અધિકારીઓ અખાડા કરતા હોય છે એ નવી વાત નથી. આધારભુત માહિતી મુજબ તાજેતરમાં કલેકટર કચેરીમાં ફરજ બજાવતા એક ત્રીજા વર્ગ ના કર્મચારીની બદલી થયે ખાસ્સો સમય વીતી ગયો છે. જો કે તેમના ઉપરી અધિકારી તેમને છુટા નહીં કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કલેકટર કચેરીમા ચાલતી ચર્ચાઓ મુજબ આ કર્મચારી એક અધિકારીના માનીતા છે અને એવી પણ ચર્ચા છે કે આ કર્મચારી અધિકારીનો વહીવટ સંભાળે છે, જેના કારણે અન્ય કર્મચારીઓમાં આ કર્મચારીને છુટા નહીં કરવામાં આવતા હોવાના ચર્ચાએ જોર પકડ્યું છે. ઉપરી અધિકારીઓના નબળા સુપરવિઝન ને કારણે સરકારી કચેરીઓમાં આવા કિસ્સા છાશવારે પ્રકાશમાં આવે છે. આવા કિસ્સાઓ સરકારી કચેરીઓમાં સામાન્ય બાબત બની જાય છે એની પાછળ નું કારણ ગોડ ફાધરો અને રાજકીય હસ્તક્ષેપ હોવાનું મનાય છે.