કારેલીબાગમાં રહેતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વૃદ્ધનું દુબઈમાં ઇવનિંગ વોક દરમિયાન હાર્ટ એટેકથી મોત

રમેશચંદ્ર મહેતા એડનોક ઇન્ટરનેશનલ ઓઇલ કંપનીમાં 10 વર્ષથી કામ કરતા હતા

MailVadodara.com - An-elderly-electrical-engineer-living-in-Karelibagh-died-of-a-heart-attack-during-an-evening-walk-in-Dubai

- એક સપ્તાહ સુધી મૃતદેહ વડોદરા ન મોકલતા વિદેશ મંત્રીને રજૂઆત કરી

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વૃદ્ધનું હાર્ટ એટેકથી દુબઈમાં મોત થયું છે. તેઓ દુબઈની એક આંતરરાષ્ટ્રીય ઓઇલ કંપનીમાં ફરજ બજાવતા હતા અને કંપનીમાંથી છૂટ્યા પછી ઇવનિંગ વોક દરમિયાન તેઓને અચાનક ગભરામણ થયા બાદ ઘટના બની હતી.

વડોદરામાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં અમિતનગર પાસે આવેલી શાંતિપાર્ક સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર મહેતા દુબઈ ખાતે આવેલ એડનોક નામની ઇન્ટરનેશનલ ઓઇલ કંપનીમાં ઇલેક્ટ્રીક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લા 10 કરતા વધુ વર્ષથી ઓઇલ કંપનીમાં કાર્યરત હતા. તેઓ મોટેભાગે દુબઈ રહેતા હતા. જ્યાં તેમના પત્ની સાથે તેઓ રહેતા હતા.


થોડા દિવસ પૂર્વે તેમના સંબંધીનું મોત થતાં તેઓ ખાસ દુબઈથી વડોદરા આવ્યા હતા અને ત્યારબાદ થોડા દિવસ માટે નોકરી કરવા દુબઈ પરત ગયા હતા. તે પછી તેઓએ 10 દિવસ માટે ભારત આવવા તારીખ 15 ડિસેમ્બરથી રજા લીધી હતી. દરમિયાન ગત તારીખ 13 ડિસેમ્બરના રોજ તેઓ અફસાન ખાતે ટાઉનશીપમાં સાંજે ચાલતા હતા. આ દરમિયાન અચાનક એમને ગભરામણ થઈ હતી. જેથી કંપનીના અન્ય કર્મચારીઓ તેમને ત્યાંની નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ દરમિયાન રમેશચંદ્ર મહેતાના બહેને યુગાનુયોગ એમને ટેલિફોન પર સંપર્ક કર્યો હતો. જ્યાં રમેશચંદ્રના કોઈ મિત્રએ તેમનો ફોન ઉપાડ્યો હતો અને તેના દ્વારા જાણવા મળ્યું હતું કે, ગભરામણ થતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જે બાદ તેમનું મોત થયું હતું. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને ભારત લાવવાના પરિવારજનોએ પ્રયાસો શરૂ કર્યા છે. 

સમગ્ર ઘટના અંગે વિદેશ મંત્રી એસ. જયશંકર સુધી સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો. જેથી વિદેશ મંત્રાલયે આ મામલે દુબઈ એમ્બેસીને જાણ કરી હતી. રમેશચંદ્રભાઇનું મૃત્યુ થયાને આજે એક સપ્તાહ જેટલો સમય થયો છે, પરંતુ, હજુ તેમનો પાર્થિવ દેહ વતન પરત આવી શક્યો નથી અને કાયદાકીય પ્રક્રિયા ઘણી ધીમી ચાલતી હોવાથી પરિવારજનોમાં નિરાશા

Share :

Leave a Comments