ઉતરાયણની ખરીદીને લઈને તા.13થી 15 જાન્યુઆરી સુધી નો પાર્કિંગ અને નો એન્ટ્રી અંગે જાહેરનામું પડાયું

વડોદરા શહેર પોલીસે ઉતરાયણ પર્વ અને તેની ખરીદીને લઈને જાહેરનામું બહાર પાડ્યું

MailVadodara.com - An-announcement-was-made-regarding-no-parking-and-no-entry-from-January-13-to-15-regarding-the-purchase-of-landing

- આજથી  15 જાન્યુઆરી સુધી સવારે 9થી રાત્રે 12 વાગ્યા સુધી માંડવીથી ગેંડીગેટ દરવાજા સુધી તમામ પ્રકારના વાહનો માટે સંપુર્ણપણે નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો

વડોદરા શહેર પોલીસે ઉતરાયણ પર્વ અને તેની ખરીદીને લઈને નો પાર્કિંગ, નો એન્ટ્રી અને વૈકલ્પિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામુ 13 જાન્યુઆરીથી લઈને 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

ઉતરાયણ પર્વને લઈને પંતગની ખરીદી કરવા જાહેર જનતા મુખ્યત્વે માંડવી ચાર દરવાજા વિસ્તાર,રાવપુરા રોડ ઉપર અને જુના પાદરા રોડ ઉપર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે અને આ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ વધુ રહે છે. આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વડોદરા પોલીસે નો- પાર્કીંગ, નો -એન્ટ્રી, વૈકલ્પિક વ્યવસ્થા અંગે 13,14 અને 15 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે નજાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આજે તા.13, 14 અને 15 જાન્યુઆરીના સવારે 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી માંડવીથી ગેંડીગેટ દરવાજા સુધી તમામ પ્રકારના વાહનો માટે સંપુર્ણપણે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

આજે તા.13, 14 અને 15 જાન્યુઆરીના સવારે 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી પાણીગેટ દરવાજાથી માંડવી, અડાણીયાપુલ ચાર રસ્તાથી ચાંપાનેર દરવાજા થઇ માંડવી, લહેરીપુરા દરવાજાથી માંડવી તરફ થ્રી વ્હીલ, ફોર વ્હીલ, વિટકોસની બસો માટે પ્રવેશબંધી તથા માંડવીથી ગેંડીગેટ દરવાજા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી રહેશે. આ ઉપરાંત રાવપુરા રોડ તરફ ફોર વ્હીલ વાહનો અને જુના પાદરા રોડ ઉપર ફોર વ્હીલ વાહનો તેમજ ભારદારી વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે.

આ જાહેરનામામાંથી ઉત્તરાયણ બંદોબસ્તમાં રોકાયેલા પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, ઈમરજન્સી વાહનો, ફાયર બ્રિગેડના વાહનોને મુક્તિ આપવામાં આવે છે.

Share :

Leave a Comments