- કરારથી પાલિકાની વાર્ષિક આવકા રૂા.7.04થી 20 કરોડ થાય તેવું અનુમાન
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહાનગરપાલિકા અને IOCL વચ્ચે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો હતો. જેમાં સરકારની રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસી- 2018 હેઠળ રાજીવનગર ખાતેના TWW પ્લાન્ટથી IOCLને ટ્રીટેડ વોટર સપ્લાય કરવા માટેના વોટર પરચેઝ એગ્રીમેન્ટ તેમજ IOCL દ્વારા વડોદરા મહાનગરપાલિકાને ચેક અર્પણ કરવા માટેનો કાર્યક્રમ સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સ હોલ ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ ખાતે યોજાયો હતો. જેમાં મેયર પિન્કીબેન સોનીને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકા પ્રજાલક્ષી કામો તેમજ વડોદરાની આજુબાજુ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝને ડેવલપ કરવા તેમજ તેમના પડતર પ્રશ્નોને વાંચા આપવા કટિબંધ છે. વડોદરા પાલિકામાં એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકા તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે 40 એમએલડી માટે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો છે. વડોદરાના પ્રથમ નાગરિક પિન્કીબેન સોનીના અધ્યક્ષ સ્થાને જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, દંડક શૈલેષ પાટીલ સમિતિ, સ્થાઈ સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક એન્જિનિયર રાજેશ શિમ્પી અને તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પદ અધિકારીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો.
નેચરલ વોટર બોડિઝ ખરાબ ન થાય તેમજ ભવિષ્યમાં પીવાના પાણીની તેમજ પાણીની સમસ્યા ન ઉદ્ભવે તેવા હેતુ સાથે સુએજ ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડને 40 એમએલડી સુધીનો પાણી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે. આ પ્રોજેક્ટની કુલ કેપેસિટી કોસ્ટ 79.77 કરોડની છે. 15 વર્ષના ઓપરેશન એન્ડ મેનેજમેન્ટની કોસ્ટ 65.33 કરોડની મૂકવામાં આવી છે. વડોદરાના રાજીવનગર ખાતે 60 MLD ક્ષમતાનો TWW પ્લાન્ટ આવેલ છે, જેને રાજીવનગરથી ઇન્ડસ્ટ્રીઝ સુધી 19.50 કિમી લંબાઇની પાઇપ લાઈન પહોંચાડવામાં આવશે. આ કરાવી કુલ કેપિટલ કોસ્ટ રૂ.51.18 કરોડ છે. જેનો પ્રથમ હપ્તો રૂપિયા 10.23 કરોડનો ચેક IOCL દ્વારા વડોદરાના પ્રથમ નાગરિક પિન્કીબેન સોનીને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની કોન્ફરન્સ હોલ ખાતે વડોદરા મહાનગરપાલિકાના પદ અધિકારીઓ અને IOCLના પદ અધિકારીઓની ઉપસ્થિતિમાં સુપ્રત કરવામાં આવ્યો હતો. આ કરારથી વડોદરા મહાનગરપાલિકાની વાર્ષિક આવકમાં રૂ.7.04 કરોડથી રૂ.20 કરોડ થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.