ગોત્રી સિગ્નેટ પ્લાઝામાં આવેલા જીમમાંથી પિસ્ટલ અને 6 જીવતા કારતુસ સાથે એક આરોપી ઝડપાયો

લક્ષ્મીપુરા પોલીસે કૃણાલ ચાર રસ્તા પાસે આવેલા જીમમાં રેડ પાડી હતી

MailVadodara.com - An-accused-was-caught-with-a-pistol-and-6-live-cartridges-from-a-gym-in-Gotri-Signet-Plaza

- પોલીસે આરોપી સુખવિંદર પુરેવાલને ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો


વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા જિમમાં લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડી લોકરમાંથી છ કારતૂસ સાથે પિસ્ટલ કબજે કરી આર્મ્સ એક્ટના ગુના હેઠળ એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોત્રીના કૃણાલ ચાર રસ્તા પાસે સિગ્નેટ પ્લાઝા ખાતે આવેલા જિમના એક લોકરમાં રિવોલ્વર રાખવામાં આવતી હોવાની લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરીને મળેલી ચોક્કસ માહિતી મળી હતી. જેને પગલે પોલીસે જિમ સંચાલકનો સંપર્ક કરી દરોડો પાડ્યો હતો. પોલીસે જીમના લોકર ચેક કરતાં એક પ્લાસ્ટીકની થેલીમાં રાખેલ ગેરકાયદેસર હથિયાર પિસ્ટલ મેગજીન સાથે તથા છ જીવતા કારતુસ (રાઉન્ડ) મળી આવ્યા હતા. પોલીસે લોકરનો ઉપયોગ કરતા સુખવિંદરસિંગ અવતારસિંગ પુરેવાલ (ઉ.વ. 38, રહે. ટીપી- ૧૩, છાણી જકાતનાકા)ને ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં તેણે આ રિવોલ્વર ત્રણ વર્ષથી રાખતો હોવાની વિગતો ખૂલી હતી.


પોલીસની વધુ પૂછપરછ દરમિયાન સુખવેન્દરસિંગે આ પિસ્ટલ આઠ વર્ષ પહેલાં ગોલ્ડન ચોકડી પાસેથી એક શીખ વ્યક્તિ પાસેથી ખરીદી હોવાની વિગતો ખૂલી હતી. લક્ષ્મીપુરા પોલીસે સ્થળ પરથી એક પિસ્ટલ મગ્જીન સાથે કિંમત રૂપિયા ૨૦,૦૦૦,  જીવતા કારતુસ નંગ-૬ કિંમત રૂપિયા ૬૦૦, એક એપલ કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૨૫,૦૦૦ તેમજ અંગઝડતીમાંથી મળેલ રોકડ રૂપિયા ૫૧,૦૦૦ મળી કુલ રૂપિયા ૯૬,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

Share :

Leave a Comments