રાવપુરા વિસ્તારમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, મહિલા સહિત ત્રણને ઇજા

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા

MailVadodara.com - An-accident-between-a-rickshaw-and-a-car-in-Raopura-area-three-including-a-woman-were-injured


વડોદરાના રાવપુરા વિસ્તારમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા મહિલા સહિત ત્રણને ઇજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


વડોદરાના રાવપુરા વિસ્તારમાંથી રિક્ષામાં મોહમ્મદ સિદ્દીક સોદાગર, સુફિયાન સોદાગર, ફરદીનખાન પઠાણ પસાર થતા હતા. ત્યારે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલા સહિત ત્રણને ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઇજાગ્રસ્ત મોહમ્મદ સિદ્દીક સોદાગર, સુફિયાન સોદાગર, ફરદીનખાન પઠાણની સારવાર ચાલી રહી છે. બનાવ અંગે રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Share :

Leave a Comments