મધ્યપ્રદેશના ચાંદપુર પોલીસ સ્ટેશનમાં આબકારી એકટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

વડોદરા પીસીબી પોલીસે તાંદલજાના અમજદખાન પઠાણને ઝડપી પાડ્યો

MailVadodara.com - An-absconding-accused-was-caught-in-Madhya-Pradesh-Chandpur-Police-Station-under-the-Excise-Act

- અગાઉ આરોપી સામે ગોત્રી, ગોધરા અને હાલોલ પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયા છે

મધ્યપ્રદેશના ચાંદપુર પોલીસ સ્ટેશનમાં આબકારી એકટના ગુનામાં નાસતા ફરતા આરોપીને વડોદરા પીસીબીને ટીમે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના ચાંદપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ષસાઇઝના નોંધાયેલ ગુનામાં વોન્ટેડ ગુનેગાર અમજદખાન પઠાણ ધરપકડ ન થાય તે માટે નાસતો ફરતો હતો. ત્યારે અમજદખાન પઠાણ ઘરે એકતાનગરના નાકે ઉભો હોવાની PCBની ટીમને બાતમી મળી હતી. PCBની ટીમે બાતમીવાળા સ્થળે દરોડો પાડયો હતો. ત્યારે PCBની ટીમે મધ્યપ્રદેશના ચાંદપુર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢ્યો હતો. પોલીસે અમજદખાન પઠાણ (રહે. એકતાનગર, કાળી તલાવડી, તાંદલજા, વડોદરા) સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

આરોપીની ફોર વ્હિલર કાર મધ્યપ્રદેશ ખાતે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે પકડાઇ હતી અને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચાંદપુર પોલીસ સ્ટેશન ખાતે આબકારી એક્ટ મુજબ ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં આરોપી ધરપકડથી બચવા નાસતો ફરતો હતો.

આરોપી સામે અગાઉ ગોત્રી પોલીસ સ્ટેશન, ગોધરા પોલીસ સ્ટેશન અને હાલોલ પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે.

Share :

Leave a Comments