વડોદરા શહેરના રાજમહેલ રોડ પર ટ્રાફીક જામ વચ્ચે એમ્બયુલન્સ ફસાઈ હતી. રોડ ખુલ્લો કરવામાં આવ્યો ત્યાં સુધી એમ્બયુલન્સ ટ્રાફિક વચ્ચે અટવાઈ રહી હતી.
શનિવારે સાંજે વીઆઇપી બંદોબસ્ત દરમિયાન રાજમહેલ રોડ પર લાલબાગથી મોતીબાગ તરફ આવતો રોડ સાંજે થોડા સમય માટે રોડ બંધ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન લાલબાગ તરફથી આવતો રોડ બંધ હોવાથી ટ્રાફિક જામ થયો હતો. એવામાં એક એમ્બયુલન્સ લાલબાગ તરફથી આવી હતી અને કાશીવિશ્વનાથ મંદિર સામે ના રોડ પર ટ્રાફિકમાં ફસાઈ હતી. એમ્બયુલન્સનો ડ્રાઇવર સાયરન વગાડતો રહ્યો પરંતુ હકડેઠઠ ટ્રાફિક માં આગળ નીકળાય એવુ ન હતું. છેવટે ટ્રાફિક છોડવામાં આવતા એમ્બયુલન્સ આગળ જઈ શકી હતી. અહીં સવાલ એ છે કે જયારે અગાઉથી બંદોબસ્ત જાહેર કરવામાં આવે છે ત્યારે આવી ઘટના કેમ બને છે ? વી આઈ પી બંદોબસ્ત પૂર્વે શું એમ્બયુલન્સના ડ્રાઇવરોને અગાઉથી જાણ કરી આવા માર્ગો પર આવવાના બદલે અન્ય માર્ગો પરથી જવાનું ના કહી શકાય ? આ જ બનાવમાં એમ્બયુલન્સ ટ્રાફિકમાં ફસાય એ પહેલા આગળથી રોકી ડાઇવર્ટ ના કરી શકાઈ હોત ?
ખેર, આજ ના આધુનિક યુગમાં જો આવી ઘટનાઓ બનતી રહે એ ચિંતાનો વિષય છે.