તરસાલી-સુસેન ચાર રસ્તા પાસે દુકાનોના શેડ, ઓટલા અને દિવાલ સહિતના દબાણો દૂર કરાયાં

રસ્તામાં આવતા કાયદેસરનો શેડ તોડાતા સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો

MailVadodara.com - Along-Tarsali-Susen-Char-Road-pressures-including-shop-sheds-sheds-and-walls-were-removed


વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી-સુસેન ચાર રસ્તા પાસે ગ્રીનપાર્ક સોસાયટીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


વડોદરા મહાનગરપાલિકા અને TDO દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે લાલ આંખ કરી વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોની સામે પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હોય છે ત્યારે આજરોજ તરસાલી-સૂસેન રોડ પર પાલિકા તંત્ર દ્વારા પીળા પટ્ટા મારવામાં આવ્યા હતા. જેને લઇને દબાણ શાખાની ટીમ ત્યાં દબાણો દૂર કરવા પહોંચતા સ્થાનિક રહીશો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે વડોદરા પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા રોડને 2 મીટર જેટલો પહોળો કરવા માટે રસ્તામાં આવતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં સોસાયટી દ્વારા કરેલ દુકાનોના સેડ, દીવાલ ઓટલા વગેરે તોડી પડાતાં સોસાયટીના રહીશોએ વિરોધ કરતાં દબાણ શાખાની ટીમને રાહ જોવી પડી હતી.  પાલિકા દબાણ શાખાની ટીમે પોલીસ કાફલાને સાથે રાખી દબાણો દૂર કર્યા હતા.


Share :

Leave a Comments