- સ્થાયી સમિતિએ ડભોઈ રોડ પર તીવ્ર દુર્ગંધ વચ્ચે રહીશો ત્રસ્ત છતાં સ્લોટર હાઉસ અપગ્રેડ કરવાનું કામ મુલત્વી કર્યું
- શોભનમ ડેકોરેટર્સ ને એક્સટેન્શન પર એક્સટેન્શન આપી રૂ. ૨.૧૬ કરોડ આપવાની તાલાવેલી બતાવતી સ્થાયી સમિતિ
વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શોભમન ડેકોરેટર્સ ને ફાયદો કરાવી આપતી દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. જયારે ડભોઇ રોડ પર અસહ્ય દુર્ગંધ મારતા સ્લોટર હાઉસને અપગ્રેડ કરવાની દરખાસ્ત મુલત્વી કરવામાં આવી હતી.
વડોદરા મહાનગર પાલિકાના ભ્રષ્ટ વહીવટમાં શાશકો પણ ધૂતરાષ્ટ્ર્ર બની જાય છે. મલાઈદાર ગણાતી સ્થાયી સમિતિની બેઠકમાં વિવાદિત શોભનમ ડેકોરેટર્સ દરખાસ્ત એક ઝાટકે મંજુર કરવામાં આવી હતી. જનસંપર્ક વિભાગના અધિકારીઓના માનીતા શોભનમ ડેકોરેટર્સ ને છેલ્લા દોઢ વર્ષથી એક્સટેન્શન આપી રૂપિયા ૨.૧૬ કરોડ ચૂકવવાની દરખાસ્ત એક માસ અગાઉ રજૂ કરવામાં આવી હતી. વિવાદ થતા આ દરખાસ્ત મુલત્વી કરવામાં આવી હતી. ફરાસખાનાના કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવી આપતી દરખાસ્ત આજે એક ઝાટકે મંજુર કરવામાં આવી હતી.
જયારે ડભોઈ રોડ પર આવેલા સ્લોટર હાઉસની દુર્ગંધથી સ્થાનિક રહીશો વર્ષોથી ત્રસ્ત છે. સ્લોટર હાઉસને અપગ્રેડ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિએ મુલત્વી કરી હતી.
સ્થાયી સમિતિના માલાઈદાર વહીવટ સામે પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસત્વએ બાયો ચઢાવી છે. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે સ્થાયી સમિતિના નિર્ણય સામે અદાલતના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી.