- સ્માર્ટ અધિકારીઓ પાસે ગાયને સલામત રીતે પકડવાની કોઈ ટેક્નિક નથી..!!
વડોદરા શહેરમાં રખડતા ઢોર પકડવાની રીત પર સવાલો ઉઠી રહ્યા છે. ઢોર પાર્ટી ક્રૂરતા પૂર્વક ગાયો પકડતી હોવાના આક્ષેપો ગૌપાલકોએ કર્યા હતા.
વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે ત્યારે પાલિકા પાસે આ સમસ્યા નો કોઈ ઉકેલ નથી. પાલિકાની વિવિધ ટીમો ગાયો પકડવા નીકળે છે. પરંતુ રખડતા ઢોરો નો ત્રાસ ઓછો થતો નથી. જો કે પાલિકાના વહીવટી તંત્ર પાસે ગાયો પકડવાની ટેકનિક પણ જૂની છે. ગાયો પકડવા જતી ટીમો રસ્તે રખડતી ગાયો પકડે છે ત્યારે રાહેદારીઓને પણ જોખમ ઉભું થાય છે. ગાયો ડરની મારી દોડે છે અને કોઈ ને અડફેટમાં લેવાની શક્યતાઓ વધી જાય છે એવામાં પાલિકાની ટીમ બળ પ્રયોગ કરે ત્યારે ગાયને ઇજા થઈ શકે છે. તાજેતરમાં ગદાપુરા માં ગાય પકડવા ગયેલી ઢોર પાર્ટીએ ગાયને જે રીતે પકડી હતી એના થી ગાય દયનિય હાલતમાં મુકાઈ હતી. પ્રત્યક્ષદર્શી મુજબ ગાય ને ફાસો લાગે એવી રીતે વાહન સાથે બાંધવામાં આવી હતી. આવી ઘટનાઓ અન્ય વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ અંગે દબાણ શાખા અને ઢોર પાર્ટી નું સુપરવિઝન કરતાં અધિકારી મંગેશ જયસ્વાલને પૂછતાં તેમણે જણાવ્યું હતુ કે આવું ના થવું જોઈએ અને આ બાબત નું ધ્યાન રાખવામાં આવશે.
સ્માર્ટ સીટીની વાતો કરતાં કહેવાતા સ્માર્ટ અધિકારીઓ પાસે ગાય ને સલામત રીતે પકડવાની ટેકનિક નથી.