વડોદરામાં આજથી ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ડે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ મેયર કપનો પ્રારંભ

૮ કોર્પોરેશનની મેયર અને કમિશનર ઇલેવન વચ્ચે ૧૪ મેચ રમાશે

MailVadodara.com - All-Gujarat-Inter-Corporation-T-20-Day-Night-Cricket-Tournament-Mayor-Cup-starts-in-Vadodara-from-today

- તા.૪ના રોજ કમિશનર અને મેયર ઇલેવનની બે ફાઇનલ મેચ રમાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ડે-નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ `મેયર્સ કપ'નો તા.૩૧થી પ્રારંભ થઇ રહ્યો છે. તા.૪ના રોજ કમિશનર અને મેયર ઇલેવનની બે ફાઇનલ મેચ રમાશે.

શહેરના મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર તા.૩૧ ની બપોરે ૨ વાગ્યે ક્રિકેટ ટૂર્નાનેન્ટનો પ્રારંભ થશે. મેયર અને કમિશનર ઇલેવનની ૮ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ વચ્ચે ૧૪ મેચ રમાશે.

કમિશનર ઇલેવન  વડોદરા અને ભાવનગરની મેચ તા.૩૧ની સાંજે ૪ વાગ્યે મોતીબાગ પર રમાશે. રાજકોટ અને ગાંધીનગરની મેચ તા.૧ની સવારે ૯ વાગ્યે આ જ મેદાનમાં રમાશે. સુરત- જામનગરની મેચ તા.૧ની સવારે ૯ વાગે મ્યુનિસિપલ ડીએન હોલ ગ્રાઉન્ડ ખાતે તથા અમદાવાદ- જૂનાગઢઞ્ની મેચ તા.૨ ની સવારે ૯ વાગ્યે ડીએન હોલ ગ્રાઉન્ડ ખાતે રમાશે. કમિશનર ઇલેવનની પ્રથમ સેમિફાઇનલ તા.૨ની સવારે મોતીબાગ ખાતે અને બીજી સેમિફાઇનલ તા.૩ ની સાંજે ૪ વાગે મોતીબાગ મેદાન પર રમાશે.

મેયર ઇલેવન વડોદરા અને ભાવનગરની મેચ તા.૩૧ ની રાતે ૮ વાગે મોતીબાગ પર રમાશે. રાજકોટ- ગાંધીનગરની મેચ તા.૧ની સાંજે ૪ વાગે મોતીબાગ ખાતે, સુરત- જામનગરની મેચ ના ૧ ની રાતે ૮ વાગે મોતીબાગ ખાતે, અમદાવાદ- જૂનાગઢની મેચ તા.૨ની સાંજે ૪ વાગે મોતીબાગ ખાતે રમાશે. મેયર ઇલેવનની પ્રથમ સેમિફાઇનલ તા.૨ ની રાતે ૮ વાગે અને બીજી સેમિફાનલ તા.૩ની રાતે ૮ વાગે મોતીબાગમાં રમાશે તા.૪ ના રોજ સાંજે ૪ વાગે કમિશનર ઇલેવન અને રાતે ૮ વાગે મેયર ઇલેવનની ફાઇનલ મેચ મોતીબાગ પર રમાશે.

Share :

Leave a Comments