વડોદરામાં થયેલા તોફાન બાદ પોલીસ તંત્રે લોકોની સલામતી માટે આજે શુક્રવારી બજાર બંધ રખાવ્યું!!

વડોદરામાં શુક્રવારી બજાર આજે બંધ રહેતા ગરીબોના પેટ પર પાટુ

MailVadodara.com - After-the-storm-in-Vadodara-the-police-closed-the-Friday-market-today-for-the-safety-of-the-people

- શુક્રવારી બજાર બંધ રખાતા ગરીબ વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા


વડોદરા શહેરમાં ભગવાન શ્રીરામની જન્મ જયંતી નિમિત્તે થયેલા કોમી ભડકા બાદ મુખ્યત્વે આમ આદમી માટે ગણાતી શુક્રવારે બજારમાં આજે કોઈ પથારા લારી-ગલ્લાવાળાઓએ આજે સલામતીના કારણોસર પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હતા. જોકે આ અંગે પોલીસે પણ આ વિસ્તારમાં સૌ કોઈને વેપાર ધંધો કરતા સવારથી જ રોક્યા હતા.

વડોદરામાં ગઇકાલે ચૈત્રી નવરાત્રીની નોમ નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્રજીની શોભા યાત્રાનું આયોજન શહેરના વિવિધ વિસ્તારમાંથી કરવામાં આવ્યું હતું. જેમાં હરણી પંચમુખી મહાદેવ મંદિર પાસેથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલી શ્રી રામ શોભાયાત્રા રંગે ચંગે ફતેપુરા તરફ આગળ વધી હતી ત્યારે પાંજરીગર મહોલ્લા તરફથી મુસ્લિમ કોમનું તોફાની ટોળું એકાએક ધસી આવ્યું હતું. શોભા યાત્રા પર ભારે પથ્થર મારો થયા બાદ પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. શ્રીરામની શોભાયાત્રા પરત આવતા પુનઃ પથ્થરમારો થયો હતો.


ઉલ્લેખનિય છે કે, વડોદરામાં ભૂતડીઝાંપા રોડથી હાથીખાનાથી કારેલીબાગ તરફ જતા રોડ ઉપર પ્રતિ શુક્રવારે શુક્રવારી બજાર ભરાય છે. શુક્રવારી બજારમાં સ્થાનિક તેમજ આસપાસના ગામોના લોકો વેપાર કરવામાં આવે છે. આ શુક્રવારી બજાર ગરીબોના શોપિંગ મોલ સમો હોય છે. આ બજારમાં નવી-જુની ચીજ-વસ્તુઓનું વેચાણ થતું હોય છે અને શહેરના ખૂણેખૂણામાંથી લોકો ખરીદી માટે આવે છે. આજે રમઝાન માસનો શુક્રવાર હોઇ, શહેર પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શુક્રવારી બજાર બંધ રખાવ્યું હતું. જાે કે આ વિસ્તાર ફેલાયેલી તંગદિલી અને સલામતીના કારણોસર શુક્રવારી બજાર તરફ કોઈ લારી ગલ્લા પથારાવાળા સવારથી જ ફરક્યા નથી. જોકે આ અંગે સવારથી જ પોલીસે સાવચેતી દાખવીને કોઈપણ લારી-ગલ્લા, પથારાવાળાને શુક્રવારી બજારમાં સવારથી જ ફરકવા દીધા ન હતા. શુક્રવારી બજાર બંધ રખાતા ગરીબ વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.


Share :

Leave a Comments