- ડૉ. શીતલ મિસ્ત્રીએ લોકોને પુર માટે હોડી અને લાઈફ જેકેટ વસાવાનું કહ્યું હતું
- ચિરાગ બ્રહ્મભટ્ટે પત્નીનું મંગળસૂત્ર ગીરવે મુકી હોડી ખરીદવાની તૈયારી કરી હતી
વડોદરા મહાનગરના પાલિકાના સ્થાયી સમિતિ ના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી ના પુરને લઈને હાસ્યાસ્પદ નિવેદનના ધેરા પ્રત્યાધાત પડી રહ્યા છે. સામ્રાજ્ય સોસાયટીમાં રહેતા એક સજ્જને પત્ની ઘરેણાં ગીરવે મુકી હોડી વસાવવાની તૈયારી કરી હતી.
વડોદરા શહેરમાં ઓગસ્ટ મહિનાના અંતમાં આવેલા વિનાશક પુરમાં સર્જાયેલી તારાજીમાં શેહેરીજનોને પારાવાર નુકસાન થયું હતું. એવામાં જેની જવાબદારી છે એવા નેતાઓ લોકોના સંકટ ના સમયે ખોવાઈ ગયા. જયારે શહેરની ચારેય દિશામાં પુર હતું ત્યારે મુસીબતમાં મુકાયેલા લોકો ત્રણ દિવસ પાણી વચ્ચે રહ્યા. એવામાં પાણી ઉતરી ગયા બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ હાથ અધ્ધર કરતા નિવેદને શેહેરીજનોને સ્તબધ કરી દીધા. ડૉ. શીતલ મિસ્ત્રીએ પુર સામે લાચારી દાખવી લોકોએ જાતે બોટ, અને લાઈફ જેકેટ વસાવી લેવાની જાહેરાત કરી હતી. ડૉ. શીતલ મિસ્ત્રીના હાસ્યાસ્પદ નિવેદનથી ઠેર-ઠેર ટીકા થયા બાદ તેમણે ફેરવી ટોળ્યું હતું. જો કે લોકોમાં મિસ્ત્રીના નિવેદન સામે પ્રતિકાત્મક વિરોધ થવા માંડ્યા હતા. આ દરમ્યાન સામ્રાજ્ય સોસાયટીમાં રહેતા ચિરાગ બ્રહ્મભટ્ટે બોટ ખરીદવાની તૈયારી કરી લીધી. ચિરાગે પત્ની નું સોનાનુ મંગલસૂત્ર સહિત ઘરેણાં ગીરવે મુકી હોડી ખરીદવા માટે લોન લેવા ખાનગી ફાયનાન્સ પેઢી પહોચી ગયા હતા. ચિરાગ બ્રહ્મભટ્ટ ના આ પગલાં ની શહેરભરમા ચર્ચા ચાલી હતી. જો કે પાલિકાના શાસકો અને સંગઠન તરફથી શીતલ મિસ્ત્રી ના આવા હાસ્યાસ્પદ નિવેદન સામે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નં હતી.