વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે બે વખત પસંદગી યાદી જાહેર કર્યા બાદ 522 ઉમેદવાર હાજર

આ 32 ઉમેદવારોમાં 27 ફિલ્ડ વર્કર અને 5 પબ્લિક હેલ્થ વર્કર છે

MailVadodara.com - After-the-health-department-of-Vadodara-Corporation-declared-the-selection-list-twice-522-candidates-appeared

- બાકીના 32 ઉમેદવારને હાજર થવાની સૂચના આપતી ત્રીજી યાદી આજે જાહેર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત કુલ 554 વર્કરની ભરતી માટે કરવામાં આવેલી પ્રક્રિયા બાદ પસંદગી પામેલા ઉમેદવારોને હાજર થવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં બે વખત પસંદગી યાદી જારી કરતા અત્યાર સુધીમાં 522 ઉમેદવાર હાજર થયા છે. હવે બાકીના 32 ઉમેદવારને હાજર થવાની સૂચના આપતી ત્રીજી પસંદગી યાદી આજે બપોરે પ્રસિદ્ધ કરવામાં આવી છે.

 આ 32 ઉમેદવારોને તારીખ 15થી 22 મે સુધીમાં તેઓને યાદીમાં ફાળવવામાં આવેલ જે તે ઝોનની ઓફિસે બાયોલોજીસ્ટ સમક્ષ હાજર થવા સૂચના અપાઈ છે. જો તારીખ 22 સુધીમાં હાજર નહીં થાય તો પસંદગી યાદીમાંથી તેઓના નામ રદ કરીને અન્ય જે કોઈ લાયકાત ધરાવતા હશે તેને નિમણૂક આપી દેવામાં આવશે. આ 32 ઉમેદવારોમાં 27 ફિલ્ડ વર્કર અને 5 પબ્લિક હેલ્થ વર્કર છે. 

અગાઉ 554માંથી પ્રથમ પ્રયત્ને 476 હાજર થયા હતા અને 78 ઉમેદવાર હાજર થયા ન હતા. આ 78 ઉમેદવારને પસંદ કરવા માટે કોર્પોરેશન દ્વારા બીજી પસંદગી યાદી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મૂકી આ ઉમેદવારોને તારીખ 5 મે સુધીમાં  હાજર થવા સૂચના આપી દેવામાં આવી હતી. જેમાં તારીખ 5 સુધીમાં 46 ઉમેદવાર હાજર થયા હતા અને 32 બાકી રહ્યા હતા. જે 554 વર્કરની ભરતી કરવામાં આવી હતી, તેમાંથી 106 પબ્લિક હેલ્થ વર્કર છે, જ્યારે 448 પુરુષ ફિલ્ડ વર્કર છે. અત્યાર સુધીમાં જેટલા હાજર થયા છે તેઓએ વાહક જન્ય અને પાણીજન્ય રોગ નિયંત્રણની કામગીરી શરૂ કરી દીધી છે.



Share :

Leave a Comments