દાંડિયાબજાર સ્થિત શ્રી રામ વે પ્લાઝામાં લાગેલી આગ બાદ વીજ કનેક્શન પુનઃ ન અપાતા વેપારીઓને હાલાકી

જાંબુબેટના રામ વે પ્લાઝામાં તા.17 મે નાં રોજ મીટર રૂમમાં આગ લાગી હતી

MailVadodara.com - After-the-fire-at-Sri-Ram-Way-Plaza-in-Dandiabazar-electricity-connection-was-not-restored-to-the-traders

- ફાયર NOC લાવવાનું કારણ રજૂ કરી 5 દિવસથી વીજ કનેક્શન ન અપાતા અસરગ્રસ્ત વેપારીઓએ MGVCL વિરુદ્ધ હાય...હાય...ના સુત્રોચ્ચાર કર્યા


શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જાંબુબેટ ખાતે શ્રી રામ વે પ્લાઝામાં ગત શુક્રવારના રોજ લાગેલી આગ બાદ અહીંના વેપારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. રાત્રિના સમયે મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પછી હવે વિજ કંપની દ્વારા ફાયર એનઓસી લાવવાનું કારણ રજૂ કરી છેલ્લા પાંચ દિવસથી વીજ કનેક્શન આપતા નથી. જેથી કોમ્પ્લેક્સના 50 જેટલા વેપારીઓએ વીજ પુરવઠો પૂર્વવત ન થતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે અસરગ્રસ્ત વેપારીઓએ MGVCL વિરુદ્ધ હાય...હાય...ના સુત્રોચ્ચાર કર્યા હતા.


શ્રી રામ વે પ્લાઝાના વેપારીઓએ ડેપ્યુટી એન્જીનીયર, મધ્ય ગુજરાત વીજ કંપની લીમિટેડ, દાંડીયા બજાર સબ ડીવીઝન ખાતે અગાઉ રજૂઆત કરી હતી કે, રામ-વે પ્લાઝા ખાતે તા. 17 મે નાં રોજ મીટર રૂમમાં આગ લાગી હતી. અહીં પાછલા સાત વર્ષમાં ત્રણ વખત મીટર રૂમમાં આગ લાગવાના બનાવો બનેલા છે. જેની પાછળનું કારણ કેપેસીટી કરતાં વધુ પ્રમાણમાં લોડ આવી જતા આગનાં બનાવો બનેલા છે. રામ-વે પ્લાઝાનાં રેસીડન્સ (ફ્લેટ માલીકો)નાં વિદ્યુત વપરાશ વધુ હોવાને કારણે આ બનાવો બનેલા છે.


પ્લાઝાના પ્રમુખ દિપેશભાઈએ જણાવ્યું હતું કે, આ કારણે અમારી દુકાનો, ઓફીસો, દવાખાનાનાં માલીકોનાં મીટરો પણ મીટર રૂમમાં હોવાને કારણે અમો દુકાન માલીકોને પણ સહન કરવાનો વારો આવે છે. જેથી અમો દુકાનો, ઓફીસો, દવાખાના માલીકોને વીજળી ન હોવાને કારણે વીજળી આવે ત્યાં સુધી અમારી દુકાનો, ઓફીસો, દવાખાના બંધ કરી ઘરે બેસવાનો વારો આવ્યો છે. મીટર રૂમમાં આગ લાગવાના બનાવો વારંવાર થવાને લીધે અમારા ધંધાઓને પણ અસર થાય છે. અમારે વીજળી આવવાની રાહ જોવી પડે છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી તમામ દુકાનો, ઓફીસો, દવાખાનાનાં માલીકોની અપીલ છે કે, અમોને મીટર રૂમને બદલે અમારી દુકાન પાસે અથવા તો દુકાનની આસપાસ જ્યાં જગ્યા હોય ત્યાં અલગથી મીટરની ફાળવણી કરી આપો. વેપારી મંડળ આપને જગ્યા બાબતની માહિતી આપવા તૈયાર છે. અમોને મીટર રૂમમાં મીટર ન બેસાડવા નમ્ર અરજ છે. જેથી અમારા વેપાર ધંધાને મુશ્કેલી ન પડે.

Share :

Leave a Comments