વડોદરામાં પાણી-ડ્રેનેજની કામગીરી માટે ખોદકામ કર્યા બાદ ચરી પુરાણ કરી ડામર પાથરી દેતાં રોડ બેસી ગયો

અમિતનગર ચાર રસ્તાથી વીઆઇપી રોડ પર કામગીરીમાં વેઠ ઉતારતા રોડ બેસી ગયો

MailVadodara.com - After-digging-for-water-drainage-works-in-Vadodara-road-subsided-while-filling-and-laying-asphalt

- પાલિકાએ થોડા સમય પહેલા જ કરેલી કામગીરીની પોલ ખુલી, અવારનવાર ટકોર છતાં તંત્ર કામગીરીમાં સુધારો લાવતું નથી


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રેનેજ અને પાણીની લાઈનની કામગીરી કર્યા બાદ ચરી પુરાણ કરીને રોડનું ડામર કામ કરવામાં વેઠ ઉતારે છે તેનો વધુ એક પુરાવો બહાર આવ્યો છે. 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાડા ત્રણ મહિનાથી ટ્રેન્ચ લેસ પદ્ધતિથી નવી ડ્રેનેજ ગ્રેવિટી લાઇનની ચાલતી કામગીરી એપ્રિલ મહિનામાં પૂર્ણ કરવામાં આવી હતી. આ કામગીરીને લીધે અમિતનગર ચાર રસ્તાથી વીઆઇપી રોડ પર વુડા ઓફિસ તરફ જતા બ્રિજ નીચેનો સર્વિસ રોડ તમામ પ્રકારના વાહનો માટે તેમજ અવરજવર માટે  બંધ હતો. સર્વિસ રોડ પર કામગીરી પૂર્ણ થતા કામ ચલાવ ધોરણે રોડ ચાલુ કર્યો હતો, પરંતુ જ્યાં ખોદકામ કરાયું હતું ત્યાં નીચે પાણી હોવાથી રોડ બેસે નહીં તેને ધ્યાનમાં રાખીને કામગીરી કરવાની હતી, પરંતુ ફટાફટ ચરી પુરાણ કરી ડામર પાથરી દઈ રોડની કામગીરીમાં વેઠ ઉતારી દેતા હાલ બે-ચાર સ્થળે રોડ બેસી ગયો છે. એમાં એક જગ્યાએ તો નીચેથી માટી સહિત ડામરનો ટેકરો થઈ ગયો છે, અને રોડ પર ખાડો થયો છે. 

રાત્રે ચોમાસાના દિવસોમાં અંધારામાં કોઈ વાહનચાલક અજાણતા આ ટેકરા અને ખાડાના કારણે નીચે પટકાઈ ને અકસ્માતનો ભોગ તેવી પરિસ્થિતિ છે. વરસાદમાં અહીં સ્થિતિ વધુ કફોડી બને તે પૂર્વે રીપેરીંગ જરૂરી છે. કોર્પોરેશનની સભાઓમાં પણ અવારનવાર ખોદકામ કર્યા બાદ ચરી પુરાણમાં અને રોડની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાની સતત રજૂઆતો થતી રહી છે. આમ છતાં વહીવટી તંત્ર દ્વારા કામગીરીમાં કોઈ સુધારો લાવવામાં આવ્યો નથી. જો શરૂઆતથી જ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તો એકને એક કામ બે વખત કરવાનો વારો ના આવે.

Share :

Leave a Comments