* ગોરવા પોલીસ દ્વારા લોકોની જિંદગી જોખમમાં મુક્વા સાથે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર ગેમ સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી
વડોદરા શહેર ગોરવા વિસ્તારમાં ઇન ઓરબીટ મોલમાં આવેલા વી આર ઝોન ગેમિંગ ઝોનના સંચાલક દ્વારા પોલીસ અને અન્ય સરકારી વિભાગની પરમિશન મેળવ્યા વિના ગેમ શરૂ દીધો હતો. જેથી ગોરવા પોલીસ દ્વારા લોકોની જિંદગી જોખમમાં મુક્વા સાથે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર ગેમ સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે રોયલ મેળાની ઘટનાને લઇને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જ્યારે ગેમ ઝોન ચાલી રહ્યા છે તેમના વિરુદ્ધ લાલ આંખ કરી છે. ગેમ ઝોનના સંચાલક દ્વારા પરમિશન મેળવવામાં આવી છે કે નહી તેની કાર્યવાહી શરૂ કરાઇ છે. ત્યારે ગોરવા વિસ્તારમાં આવેલા ઇનો ઓરબીટ મોલમાં સેકન્ડ ફ્લોર પર આવેલા વીડિયો ગેમિંગ ઝોનના સંચાલક દ્વારા પોલીસ કે અન્ય વિભાગની મંજૂરી લીધા વિના જ ગેમિંગની એક્ટિવ શરૂ કરી દીધી છે. તેવી બાતમી ગોરવા પોલીસને મળી હતી.
ગોરવા પોલીસની ટીમે મોલમાં જઈને તપાસ કરી હતી. ત્યારે ઝોનમાં એક વ્યકિત હાજર મળી આવ્યો હતો. તેની પુછપરછ કરતા પોતે રાઇડના હેલ્પર તરીકે નોકરી કરે છે. માલિકો દ્વારા ગેમીંગ એક્ટીવીટી અંગેની કોઈ મંજુરી પોલીસ વિભાગ તરફથી લીધી નથી કે લાયસન્સ ઈસ્યુ થયેલ નથી. કંપની દ્વારા ગેમીંગ એક્ટીવીટી અંગેની શોપ મોલના સેકન્ડ ફલોર ખાતે પોલીસ વિભાગ કે અન્ય સરકારી વિભાગની મંજુરી વગર ચાલુ કરી વડોદરા શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા સાથે કોઈ વ્યક્તિ મનુષ્યની જિદંગી કે અન્ય વ્યકિતઓને શારીરીક સલામતી જોખમમાં મુકાય એવી રીતે ગેરકાળજી રાખી હોવાનું સામે આવ્યું છે. ગેમીંગ ઝોન કંપનીના સંચાલક રાજુભાઈ કાંતિભાઈ જૈન સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.