વડોદરા નજીક જામ્બુવા બ્રિજ પર ટેમ્પો પલટી જતાં કારબાઓમાંથી એસિડ રોડ પર રેલાયો

સુરતથી અમદાવાદ એસિડ ભરીને જતા ટેમ્પાચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો પલ્ટી ગયો

MailVadodara.com - Acid-spilled-from-Carabao-on-the-road-as-the-tempo-overturned-on-the-Jambuwa-Bridge-near-Vadodara

- અકસ્માતના બનાવને પગલે બે કિમી વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો!!


વડોદરા નજીક હાઇવે પર આજે પરોઢિયે એસિડ ભરેલો ટેમ્પો પલટી જતાં રોડ પર રેલાયેલા એસિડને કારણે ગભરાટ ફેલાયો હતો.

સુરતથી અમદાવાદ તરફ જતા ટેમ્પામાં એસિડના કારબા ભરેલા હતા. જામ્બુવા બ્રિજ ઉતરતાં ૨૦૦ મીટરના અંતરે ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેમ્પો ધડાકાભેર પલટી ગયો હતો.આ સાથે ટેમ્પામાં મુકેલા એસિડના કેટલાક કારબા લીકેજ થતાં રસ્તા પર રેલાયેલા એસિડમાંથી ધુમાડા નીકળવા માંડયા હતા. ટેમ્પોમાં ડ્રાઇવર ફસાયેલો હોવાથી ફાયર બ્રિગેડ આવે તે પહેલાં લોકોએ તેને જાનના જોખમે બહાર કાઢી હોસ્પિટલમાં મોકલ્યો હતો.

બનાવને પગલે બે કિમી વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડ પણ મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસે ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યો હતો.જ્યારે ફાયર  બ્રિગેડના સ્ટેશન ઓફિસર જયદીપ ગઢવીએ કહ્યું હતું કે, એસિડની અસર ઓછી થાય તે માટે અમારી ટીમે પાણીનો છંટકાવ કરી તેને ડાયલ્યુટ કર્યો હતો.

Share :

Leave a Comments