વડોદરામાં હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઇક ચોરનાર આરોપી ઝડપાયો

MailVadodara.com - Accused-who-stole-bike-from-hospital-parking-lot-caught-in-Vadodara

વડોદરાના કારેલીબાગ પોલીસે બાઇક ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે. 


વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આસ્કી હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઇકની ચોરી થઈ હતી. કારેલીબાગ પોલીસને બાતમી મળી હતી કે, આસ્કા હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરી કરેલી બાઇક લઈને એક શખસ ફરી રહ્યો છે અને તે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી પસાર થવાનો છે. આ બાતમી આધારે કારેલીબાગ પોલીસના સ્ટાફના માણસોએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીમાં જણાવ્યા મુજબનો ઇસમ મોટર સાઇકલ લઇને આવતા તેને કોર્ડન કરી પકડી પાડી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે તેની પુછપરછ કરી તેની પાસેની મોટર સાઇકલના પુરાવા રજૂ કરવા જણાવાત તેને પોતાની પાસે નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કર્યા હતા. પોલીસે પકડાયેલા જિગ્નેશ રમણલાલ વાળંદ (ઉં.46) (રહે. હરપડેનો વાડો, નાગરવાડા, વડોદરા)ને રોકીને તેની પૂછપરછ કરી હતી. જેમાં તેને આસ્કા હોસ્પિટલના પાર્કિંગમાંથી ડુપ્લિકેટ ચાવી વડે બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી જિગ્નેશ વાળંદની ધરપકડ કરી હતી અને બાઇક જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments