- ચાર વર્ષ પહેલાં કપૂરાઇ-વાઘોડિયા ચોકડી વચ્ચે લઘુશંકા કરવા ઉતરેલા મુસાફરને ચાર શખ્સોએ મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવી હતી
વડોદરા નજીક હાઇવે પર ચાર વર્ષ પહેલાં લક્ઝરી બસના મુસાફરને લૂંટવાના બનાવનો આરોપી ભૂજ ખાતેથી પકડાયો છે. ચાર વર્ષ પહેલાં રાત્રિના સમયે સુરતથી તારાપુર જતી બસ વડોદરા પાસે કપૂરાઇ-વાઘોડિયા ચોકડી વચ્ચે રોકાઇ ત્યારે એક મુસાફર લઘુશંકા કરવા માટે નીચે ઉતર્યો હતો.
આ વખતે ચાર જણાએ તેને મારી નાંખવાની ધમકી આપી રોકડા રૂપિયા 5 હજાર, ચાંદીનું કડું અને મોબાઇલની લૂંટ ચલાવી હતી. પાણીગેટ પોલીસે આ અંગે ગુનો નોંધતા તપાસ દરમિયાન ગોવિંદ રમેશભાઇ વાદી (રહે. વડા ગામ, લુણાવાડા, મહીસાગર)નું નામ ખૂલ્યું હતું. ગોવિંદ વાદી હાલમાં ભૂજ ખાતે હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડયો હતો.