- ઠગ બીજું ATM કાર્ડ આપી કાર્ડ બદલી પાસવર્ડ જાણી લેતો હતો
સિનીયર સીટીઝન અને મહિલાઓને ATMમાંથી રૂપિયા કાઢી આપવા મદદના બહાને ATM કાર્ડ બદલી પૈસા ઉપાડી લેનાર 27 કરતાં વધુ ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચએ ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આર.જી.જાડેજા અને પીઆઈ એચ.ડી.તુવરની દોરવણી હેઠળ પીએસઆઇ પી.એમ.ધાખડાની ટીમે વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી આધારે છાણી ગુરૂદ્વારા નજીકથી ઇસમ નામે તુષાર અનીલભાઈ કોઠારી ઉ.વ.29 (રહે. ભાઇલાલ દાદાની ચાલ, ચરોતર બેંક પાસે આણંદ)ને શંકાસ્પદ હાલતમાં પકડી પાડયો હતો અને આ ઇસમની સઘન પુછપરછ દરમિયાન આ ઇસમે પોતે આર્થીક ફાયદા માટે ATM સેન્ટરમાં રૂપીયા ઉપાડવા આવતાં નાગરીકોના રૂપીયા ATMમાંથી નહીં નિકળતાં ત્યારે તે નાગરીકનું ATM કાર્ડ પોતે મેળવી રૂપીયા કાઢી આપવાનું કહીને મદદ કરવાના બહાને નજર ચુકવી તેની પાસે રહેલ બીજું ATM કાર્ડ આપી કાર્ડ બદલી પાસવર્ડ જાણી લેતો હતો અને ત્યારબાદ પોતે મેળવેલ ATM કાર્ડથી રૂપિયા કાઢી લેવાનું કામ કરવાના ગુનાઓ કરે છે અને હાલમાં વડોદરાના મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલ એસ.બી.આઇ. બેંકના ATMમાં આવેલ એક મહિલાને પૈસા કાઢી આપવાના બહાને ATM કાર્ડ બદલી ખાતામાંથી 40000 રૂપિયા વિથડ્રો કરી રોકડ રકમ ઉપડ્યા છે, જેથી આ ઇસમે આચરેલ ગુના અંગેની તપાસ દરમિયાન પાણીગેટ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ છે અને પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો, જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે પાણીગેટ પોલીસ સ્ટેશનને જાણ કરી સોંપવા તજવીજ હાથ કરી છે.