માંજલપુરમાં એક્ટિવા પર મંદિરે દર્શને જતી મહિલાના ગળામાંથી ચેન તોડી ફરાર થયેલો આરોપી ઝડપાયો

માંજલપુર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે આરોપીને ઝડપી પાડ્યો

MailVadodara.com - Accused-who-broke-the-chain-from-the-neck-of-a-woman-visiting-a-temple-on-an-Activa-in-Manjalpur-was-caught-and-absconded

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહિલા એક્ટિવા લઈ દર્શન કરવા જતી હતી. તે દરમિયાન ગઠીયો પાછળથી આવી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયો હતો. આ આરોપીને માંજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝાડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.


શહેરના માંજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાં ગત રોજ મહિલા જ્યારે મંદિરમાં દર્શન કરવા એક્ટિવા લઈને જઇ રહી હતી. તે દરમિયાન એકએક પાછળથી એક્ટિવા લઈ આવી રહેલ ઇસમે મહિલાના ગાળામાં પહેરેલ સોનાની ચેન તોડી ફરાર થઇ ગયો હતો. આ બાદ ગભરાયેલા મહિલાએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેરમાં બની રહેલ ચેઇન સ્નેચિંગના બનાવને લઈ મહિલાઓમાં ક્યાંક ભય જાેવા મળી રહ્યો છે, પરંતુ માંજલપુર પોલીસ સ્ટાફ દ્વારા આ ચેઇન સ્નેચિંગને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ટીમ બનાવી ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આ આરોપી ચૌહાણ ચિરાગ ઘનશ્યામભાઈ (ઉ.વ. 27, પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટી, બાલાજી સ્કાય રાઈડ્સ, નારાયણ વાળી વડોદરા)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે એસીપી પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આ મામલે હાલમાં પૂછતાછ ચાલી રહી છે. બાદમાં જરૂર જણાશે તો રિમાન્ડની માંગણી કરશે.

Share :

Leave a Comments