રિમોલ્ડ ટાયર-સ્ક્રેપના ધંધામાં રોકાણ કરાવી રૂપિયા 42.50 લાખની છેતરપિંડી કરનાર આરોપીની મોડાસાથી ધરપકડ

છેતરપિંડીના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપી મયુર શાહને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાે

MailVadodara.com - Accused-defrauded-of-Rs-42-50-lakh-by-investing-in-remolded-tire-scrap-business-arrested-from-Modasa

વડોદરામાં રીમોલ્ડ ટાયર અને સ્ક્રેપના ધંધામાં લોભામણી જાહેરાતો કરીને લોકો પાસે 42.50 રૂપિયાનું રોકાણ કરાવી છેતરપિંડીના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપી મયુર શાહને મોડાસાથી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. વર્ષ-2014માં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાનો 58 વર્ષીય આરોપી મયુર નવનીતલાલ શાહ (રહે. મનજીતનગર, તુલીસીધામ ચાર રસ્તા) છેલ્લા 10 વર્ષથી પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. વડોદરા ક્રાઇમ બ્રાંચે આ આરોપીની ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસ આધારે તપાસ શરૂ કરી હતી.

આરોપીની વધુ તપાસ માટે કારેલીબાગ પોલીસને સોંપ્યો આ દરમિયાન આરોપી હાલમાં અરવલ્લી જિલ્લાના મોડાસા હોવાની માહિતી મળતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોડાસા ખાતે પહોંચી ગઇ હતી. આરોપી અંગે ખાનગી રાહે સતત વોચ રાખી હતી અને તપાસ દરમિયાન મોડાસાના શામળાજી રોડ ખાતેના જનસેવા ઔષધ વન ફાર્મસી નામના મેડિકલ સ્ટોર પરથી ઝડપી પાડ્યો હતો અને આરોપીની વધુ તપાસ માટે કારેલીબાગ પોલીસને સોંપ્યો છે.


આરોપી મયુર શાહ અને અન્ય આરોપી વિનાયક એન્ટરપ્રાઇઝના નામથી રીમોલ્ડ ટાયર તેમજ ટાયર સ્ક્રેપનો ધંધો કરતા હતા અને આરોપીઓએ વર્ષ-2014માં ફરીયાદી અને અન્ય લોકોને રીમોલ્ડ ટાયર અને સ્ક્રેપના ધંધામાં લોભામણી અને લલચામણી જાહેરાતો આપી હતી અને 42.50 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને આ રૂપિયા પરત નહોતા. જેથી રોકાણ કરનાર લોકો અવારનવાર તેમના રૂપિયાની ઉઘરાણી કરતા હતા.

જો કે, આરોપી પાસે રૂપિયા ન હોવાથી તે સમયે તેને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી આરોપીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યાંથી આરોપી કોઈને જાણ કર્યા વગર સુસાઈડ નોટ લખીને ભાગી ગયો હતો અને તે જુદી જુદી જગ્યાએ રહ્યો હતો અને હાલમાં મોડાસામાં રહીને મેડિકલ સ્ટોર પર કામ કરતો હતો.

Share :

Leave a Comments