- ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
વડોદરા શહેરના લક્ષ્મીવિલાસ પેલેસના નવરાત્રિ ગરબાના પાસ કઢાવી આપવાના બહાને છેતરપિંડી કરનાર શખસને ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે અને આ મામલે વધુ કાર્યવાહી આધારિત છે.
વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે આસ્થા ડુપ્લેક્સમાં રહેતા કનિષ્કકુમારસિંહ જાડેજાએ પોલીસને કહ્યું હતું કે,મારા મિત્ર વૃત્તિક અને પ્રથમ મારફતે જય પ્રજાપતિનો પરિચય થયો હતો.જયે ગયા વર્ષે લક્ષ્મીવિલાસ પેલેસના ગરબાના પાસ કઢાવી આપ્યા હોવાથી આ વખતે પણ તેણે સેટિંગ કરી આપવાનું કહ્યું હતું.
જય પ્રજાપતિએ પાસ દીઠ રૂપિયા ૩૫૦૦ માંગ્યા હતા.જેથી આ રકમ વ્યાજબી લાગતાં મેં તેને ૫૯ પાસ માટે રૂપિયા ૨.૦૭ લાખ ચૂકવ્યા હતા. આ ઉપરાંત વિશાલ સોલંકી (મંગલમ પાર્ક, ગોત્રી)એ પણ જય પ્રજાપતિને રૂપિયા ૧.૧૫ લાખ તેમજ નક્ષત્ર પારેખે (અરૂપિયાણાચલ સોસાયટી, સુભાનપુરા) પણ તેને રૂપિયા ૫૨,૫૦૦ ચૂકવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
યુવકે કહ્યું છે કે,જય પ્રજાપતિએ અમને તા.૨૬મીએ પાસ મળી જશે તેમ કહ્યું હતું.પરંતુ ત્યારબાદ તેણે નવરાત્રીના આગલા દિવસ સુધીગોળગોળ જવાબ આપ્યા હતા.આજ સુધી અમને પાસ નહિ મળ્યા નથી કે રૂપિયાપિયા પણ પરત મળ્યા નથી.ગોરવાના પીઆઇ કિરિટ લાઠિયાએ ફરિયાદને આધારે ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા જય કનુભાઇ પ્રજાપતિ (જલારામ મંદિર પાસે, સુભાનપુરા)ને ઝડપી પાડી રિમાન્ડ પર લીધો છે.