વડોદરામાં અઢી મહિનામાં 4 દુકાનોમાંથી 5.70 લાખની ઘરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાયો

ક્રાઇમ બ્રાંચે પરશુરામ ભઠ્ઠા સ્થિત ભાથુજીનગર સ્થિત ઘરમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો

MailVadodara.com - Accused-arrested-for-burglary-of-Rs-5-70-lakhs-from-4-shops-in-Vadodara-in-two-and-a-half-months

- પોલીસે રોકડ રકમ, મોબાઇલ અને કપડા સહિત કૂલ 5.70 લાખની મત્તા જપ્ત કરી

વડોદરામાં બંધ દુકાનોને ટાર્ગેટ કરીને છેલ્લા અઢી મહિનામાં 4 દુકાનોમાં લાખો રૂપિયાની ઘરફોડ ચોરી કરનાર રીઢા આરોપીને 5.70 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે અને આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


વડોદરા ક્રાઇમ બ્રાંચને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, અગાઉ ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલો રીઢો ગુનેગાર અંકિત પાટણવાડિયા (રહે. ભાથુજીનગર ઝુપડપટ્ટી, પરશુરામ ભઠ્ઠો, વડોદરા, મૂળ રહે. સેગવા ગામ, તા.શિનોર. જિ. વડોદરા)એ ઓલ્ડ પાદરા રોડ પર આવેલ જગદીશ ફરસાણમાં ચોરી કરી છે અને ચોરીનો મુદ્દામાલ ઘરમાં રાખ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે પરશુરામ ભઠ્ઠા ખાતે આવેલા ભાથુજીનગર ખાતે જઇને તપાસ કરતા મળી આવ્યો હતો.

પોલીસે આરોપીને સાથે રાખીને તપાસ કરતા સ્કૂલ બેગમાં જુદી જુદી થેલીઓમાં રોકડ રકમ, મોબાઇલ અને કપડા સહિત કૂલ 5.70 લાખની મત્તા મળી આવી હતી. તેની પૂછપરછમાં તેણે વડોદરા શહેરમાં 4 દુકાનમાંથી ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. વડોદરાના અકોટા, ગોત્રી, ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અંગે ગુના નોંધાયેલા છે. જેથી વડોદરા ક્રાઇમ બ્રાંચે ત્રણેય પોલીસ સ્ટેશનમાં જાણ કરીને આરોપીને સોંપ્યો છે. આ આરોપી અંકિત પાટણવાડિયા છેલ્લા 13 વર્ષથી બંધ દુકાનોને ટાર્ગેટ બનાવતો હતો અને વડોદરા શહેર, ડભોઇ અને આંકલાવમાં 30 જેટલી ચોરીઓ કરી હતી. આ ઉપરાંત વાહન ચોરીના ગુનાઓ પણ આચર્યા હતા. તે 3 વખત પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં જઇ આવ્યો છે.

Share :

Leave a Comments