- ઇજાગ્રસ્ત લોકોને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા, અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો
વડોદરા શહેરમાં અવાર નવાર અકસ્માતના કેસોમાં દિન પ્રતિદિન નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગત રાત્રી શહેરના નેશનલ હાઇવે પર આવેલ દેના ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારને ટ્રેકે ટ્રાક્કર મારતા કારનું પડીકું વળી ગયું હતું અને અંદર રહેલા 4 લોકોનો આબાદ બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર વડોદરા શહેરના દેના ચોકડી પર ગત રાત્રે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. તેઓ ધાર્મિક કાર્યક્રમ પૂરો કરી સુરત પરત જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં ચાર લોકો સવાર હતા અને ટ્રકની ટક્કરથી કારનું પડીકુ વળી ગયું હતી. આ દરમિયાન સ્થાનિક લોકોની તાત્કાલિક મળેલ મદદથી ઘાયલોને એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા. જેને પગલે ઘટના સ્થળે પોલીસે પણ તાત્કાલિક દોડી આવી રેસ્ક્યુ કામગીરી કરી હતી.
મળતી માહિતી મુજબ, ઇજાગ્રસ્ત પરિવાર સુરતનો હતો અને દેના નજીક અકસ્માતમાં ઘાયલ થયો હતો. જેમાં તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સોનલબેન રાજેશભાઈ ઝવેરી (ઉંમર વર્ષ 58, રહે. વેસ્ટન એરિલા એપાર્ટમેન્ટ પાલ સુરત), ચેતન નવીનચંદ્ર દેસાઈ (ઉંમર વર્ષ 52), મીતાબેન ચેતનભાઇ દેસાઈ (ઉંમર વર્ષ 54), હેતલભાઈ નવીનચંદ્ર દેસાઈ (ઉંમર વર્ષ 47, રહે. મારૂદર રેસીડેન્સી ગેલેક્સી સર્કલ સુરત)ને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલમાં સારવાર અર્થે છે અને તમામની સ્થિતિ સ્ટેબલ હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોના નિવેદન આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત લોકોના પરિવારજનો પણ સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ટ્રક ચાલક સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ બનાવને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.