વડોદરાના સલાટવાડા ખાતે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલ અને નાસતા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેર પોલીસે વિદેશી દારૂનો જથ્થો, મોટર સાયકલ અને મોબાઈલ ફોન સાથે બે આરોપીઓને પકડી પાડ્યા હતા. આ ગુનાની તપાસ દરમ્યાન આ પકડાયેલ આરોપીઓને ગુફુ જયસ્વાલનાએ વિદેશી દારૂ આપ્યો હોવાનું સામે આવ્યુ હતું. ત્યારથી ગુફુ જયસ્વાલ નાસતો ફરતો હતો. ત્યારે ગુફુ જયસ્વાલની શોધખોળ હાથ ધરી હતી. તે દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપી ગુફુ જયસ્વાલ રણોલી ખાતેના મકાને હોવાની બાતમી મળી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુફુ જયસ્વાલને રણોલીથી શોધી કાઢ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી ગુફુ જયસ્વાલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.