- એકલી પડેલી કિશોરીએ ઘરે જવામાં મુશ્કેલી અનુભવતા મદદ માટે મહિલા હેલ્પ લાઇનમાં કોલ કર્યો હતો, ઘરે પહોંચતા કિશોરીએ હાશકારો અનુભવ્યો
હાલમાં નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના આસપાસના ગામડાના કેટલાય યુવા-યુવતીઓ ગરબા રમવા માટે વડોદરા શહેરમાં આવતા હોય છે. ત્યારે ગતરોજ વડોદરા ગરબા રમવા આવેલી એક કિશોરી ગ્રુપથી અલગ પડી જતાં અભયમ દ્વારા સુરક્ષિત ધરે પહોચાડવામાં આવી છે. સામુહિક દુષ્કર્મની ઘટના બાદ પણ હજુ કેટલાક યુવા-યુવતીઓના વાલીઓ સજાગ થયા નથી અને યુવતીઓને એકલી જ છોડી દે છે, તે ખૂબ જ ગંભીર બાબત છે.
વડોદરાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ અને કિશોરીઓ શહેરમાં ગરબે રમવા આવતી હોય છે. આજ રીતે એક કિશોરીઓનું ગ્રુપ વડોદરા ગરબે રમવા આવ્યું હતું. જેમાં એક કિશોરીને તેના ભાઈ બાઈકમાં મૂકવા આવ્યાં હતાં અને પોતાને નાઈટ ડ્યૂટીમાં નોકરી પર જવાનું હોવાથી તે ત્યાંથી નીકળી ગયા હતા. મોડી રાત્રે ઘરે જવા માટે કિશોરી તેના ગરબા ગૃપને શોધી રહી હતી, પરંતુ વધુ લોકોનાં કારણે તેણે તે ન મળતા આખરે ડરેલ કિશોરીએ અભયમની મદદ માગી હતી.
અભયમ હેલ્પલાઇન પર શહેર નજીક આવેલ અને દુષ્કર્મની ઘટના બનેલ તે ગામ નજીકની કિશોરી વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ગરબા રમવા આવી હતી. બાદમાં કિશોરી તેના ગરબા ગ્રુપમાંથી અલગ પડી જતાં પરત જવામાં મુશ્કેલી અનુભવતા મદદ માટે 181 મહિલા હેલ્પ લાઈનમાં કોલ કર્યો હતો. જેમાં નાઈટ પેટ્રોલિંગ કરતી અભયમ રેસ્ક્યુ વાને કિશોરીને મોડી રાત્રે ઘરે પહોંચાડી હતી. ઘરે પહોંચતા કિશોરીએ હાશકારો અનુભવ્યો હતો.
મહત્વની બાબતે છે કે, થોડાક દિવસો અગાઉ જ શહેરના વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની છે. ત્યારે શહેરમાં ગરબા રમવા આવતા યુવા-યુવતીઓના મા-બાપ હજુ પણ સજાગ થયા નથી, તે ગંભીર બાબત છે.