વડોદરાની સૌથી જૂની સરકારી બેન્ક એટલે બેન્ક ઓફ બરોડા જેના ગ્રાહકોને તેની કામગીરી પર વિશ્વાસ રહેલો હતો પરંતુ મુખ્ય કચેરી અવારનવાર ફેરફાર કરવાને કારણે જરૂરી સુવિધાનો અભાવનો કડવો અનુભવ વડોદરા અન્ય ગ્રાહકોને થઈ રહ્યો છે. બેંક ઓફ બરોડાની માંડવી સ્થિત મુખ્ય બ્રાન્ચ ખાતે એટીએમ મશીન હોય કે પાસબુકનું મશીન હોય તે બંધ હાલતમાં પડ્યા છે ત્યારે ગ્રાહકો પૈસા ઉપાડવા કે પાસબુક ભરાવવા ધરમ ધક્કા ખાઈ રહ્યા છે.
વડોદરાની બેંક ઓફ બરોડાની માંડવી સ્થિત મુખ્ય શાખા પર તારીખ ૩ એપ્રિલના રોજ સવારે પાસબુકમાં એન્ટ્રી કરવનું મશીન, પૈસા ઉપાડવાનું એટીએમ બંધ હાલતમાં હતું વધારાનું એક એટીએમ મશીન મૂક્યું હતું જેમાં બોર્ડ માર્યું હતું કે પૈસા નથી આવી પરિસ્થિતિને કારણે મશીનો ખામીયુકત જણાતા બેંકના ખાતેદારોને પરત જવું પડયું હતું,
આ અંગે બેંકના ખાતેદાર હસમુખ પાઠકે જણાવ્યું હતું કે, માંડવી મુખ્ય શાખામાં શહેરની મધ્ય ભાગમાં આવેલા બેંકના એટીએમ અને પાસબુક ભરવાના મશીનો બંધ હાલતમાં છે જેથી ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે તેમ છતાં બેંક ઓફ બરોડાના સત્તાવાળાઓ કોઈ પગલા ભરતા નથી.