ડોલર સામે રૂપિયા લેવા આવેલા અમદાવાદના યુવકની 5 લાખ ભરેલી બેગ લઇ ભેજાબાજ ફરાર : 4 સામે ફરિયાદ

અમદાવાદના યુવકને અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર બોલાવી છેતરપિંડી કરી

MailVadodara.com - A-youth-from-Ahmedabad-who-came-to-buy-rupees-against-dollars-absconded-with-a-bag-full-of-5-lakhs-Complaint-against-4

- રૂપિયા 5,00,000ના બદલે 10 હજાર ડોલર ન આપી છેતરપિંડી આચરતા નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

અમદાવાદમાં રહેતા અને લોનના વ્યવસાય સાથે સંકળાયેલ પંકજ અશોકભાઈ રાઠોડે નંદેસરી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, હું લોનના વ્યવસાય સાથે સંકળાયેલ છું. PR કન્સલટન્સી નામની લોનની ઓફિસમાં કામ કરૂં છું. જ્યાં છેલ્લા એક વર્ષથી બેસી બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈંડિયા, કેનેરા બેંકમાંથી MSME લોન, મુદ્રાલોન સાથે PMGP લોન અપાવવાનું અને ઈન્સ્યોરન્સનું કામ કરૂ છું. PR કન્સલટન્સી જીતેન્દ્રભાઈ કનુભાઈ ભોઈ (રહે. સિધેશ્વરપાર્ક મ.નં.17, CTM ગોલ અમદાવાદ) જે મને લોન માટે ગ્રાહકો લાવી આપતા હતા. આ ગ્રાહકોની લોન મંજૂર થાય તેમના લોનના છ, સાત ટકા મને મળતા હતા. જેમાંથી ત્રણ ચાર ટકા જીતુ ભોઈને કમિશન આપતો હતો.

ગત તરીખ 02/09/23ના રોજ મને જીતેદ્રભાઈ ભોઈ ઉપરથી ફોન આવ્યો હતો અને તેઓએ મને જણાવેલ કે, મારા એક મિત્ર બેજામીન ડાનીયેલ ખ્રીસ્તી (2, ગેરજપુર રેલ્વે સ્ટેશન પાસે અમદાવાદ) પાસે 10 હજાર ડોલર છે. જે આપણને એક ડોલરના 45 રૂપિયાના ભાવે આપવાનું કહે છે. મેં આ બાબતે હા પાડી હતી અને જીતેન્દ્રભાઈએ બાદમાં મને ડોલરના ફોટો વોટ્સએપમાં મોકલ્યા હતા.

ત્યારબાદ ગત 4 સપ્ટેમ્બરના રોજ જીતેન્દ્રભાઈનો મને કોલ આવ્યો હતો અને મને કહ્યું કે, તમે રામોલ આવો, આપડે ડોલર જોવા જવાનું છે. બાદમાં હું રામોલ ખાતે પહોંચ્યો હતો. જ્યાં જીતેન્દ્રભાઈ કનુભાઈ ભોઈ ટેક્સી લઈ ઉભા હતા. મને ટેક્સીમાં બેસવાનું કહ્યું અને ત્યારબાદ ત્યાંથી રીંગરોડ ઉપર આવતા જીતેન્દ્રભાઇએ ગાડી ઉભી રખાવી અને ત્યાંથી એક ભાઈને ગાડીમાં બેસાડ્યા હતા. ગાડી એસ્પ્રેસ હાઈવે ઉપર જવા લીધી તે વખતે ગાડીમાં બેઠેલ ભાઈની જીતેન્દ્રભાઈએ મને ઓળખ કરવી હતી. તે બેંજામીન ડાનીયેલ ખ્રીસ્તી હતા અને તેઓએ જણાવ્યું કે, મારા ઓળખીતા ભાવનાબેન નરોત્તમભાઈ પરમાર (જુનાગઢ) જેમનો માણસ મહેશે કે જેની પાસે ડોલર છે. આ વાત કરી તે જોવા માટે આપણે સાથે જવાની વાત્ત કરેલ અને તેઓએ ભાવનાબેન સાથે વાત કરી મહેશ એક્સપ્રેસ હાઇવે ઉપર બ્રિજ નીચે વડોદરા ખાતે આવશે. બાદમાં ત્યાં પોહચતા કોલ કરતા બે માણસો ત્યાં આવ્યા હતા. જેમાં મહેશભાઈ હતા તેમની પાસે ડોલર છે, તે તમે જોઈ લો. તેમ કહેતા તેમની સાથે રહેલા બીજા એક છોકરાએ અમને ડૉલર બતાવ્યા હતા. બાદમાં એક ડોલરના 45 રૂપિયા લેખે કુલ રૂપિયા 4,50,000 આપવાની વાત થઈ હતી.

ત્યારબાદ ગત. 05/09/23ના રોજ મહેશભાઈને કોલ કરી નક્કી કર્યા મુજબ 4.50 લાખ ઉપરાંત વધારાના 50 હજાર લેખે 5 લાખ રૂપિયા બેગમાં ભરી અમદાવાદથી બરોડા એક્સપ્રેસ હાઈવે બ્રિજ નીચે ગાડી ઉભી રાખી હતી. બાદમાં મહેશભાઈને ફોન કરી હું પહોંચી ગયો છું, તેમ કહેતા તેણે મને જણાવ્યું કે, ગાડી સાઈડમાં પાર્ક કરી સામેની સાઇડે આવો તેમ કહેતા મેં જોયેલ તો મહેશભાઈ તથા તેની સાથે ગઈકાલે આવેલ માણસ ઉપરના રોડથી ચાલતા નીચે આવતા હતા. એક્સપ્રેસ હાઈવેની સાઈડમાં મળી અને આ મહેશભાઈએ ડૉલર બતાવવાનું કહેતા આ 22થી 25 વર્ષના છોકરાએ કમરના ભાગેથી ડોલરના બંડલ કાઢી બતાવ્યાં હતા. મેં તેમને રૂપિયા ભરેલ બેગ ખોલી બતાવેલ હતી. બાદમાં મેં રૂપિયા આપી દીધા અને ડોલર ન આપી ભાગી જતા મારી સાથે છેતરપિંડી આચારી હતી.

છેતરપિંડી આચરનાર સામે નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જીતેન્દ્રભાઈ કનુભાઈ ભોઈ (રહે, સિધેશ્વરપાર્ક મ.ન.17 CTM રામોલ અમદાવાદ), બેંજામીન ડાનીયલ ખ્રીસ્તી (2, ગેરજપુર રેલ્વે સ્ટેશન પાસે અમદાવાદ), ભાવનાબેન નરોત્તમભાઈ પરમાર (રહે, જુનાગઢ), મહેશભાઈ (જેના પુરા નામઠામ સરનામાની ખબર નથી), મહેશભાઈ સાથેનો 22થી 25 વર્ષના છોકરો (જેના પુરા નામ ઠામની ખબર નથી) તેઓ સામે રૂપિયા 5,00,000ના બદલે 10 હજાર ડોલર ન આપી છેતરપિંડી આચરતા નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments