ઉંડેરામાં ગેરેજમાં કામ કરતા યુવકના ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થતાં હાથ-પગના ભાગે ઇજા

મિકેનિક યુવક કારની નીચે કામ કરતો હતો ત્યારે અચાનક મોબાઈલ બ્લાસ્ટ થયો હતો

MailVadodara.com - A-young-man-working-in-a-garage-in-Undara-sustained-injuries-to-his-hands-and-feet-after-his-mobile-phone-exploded-in-his-pocket

- આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો

વડોદરાના ઉંડેરા વિસ્તારમાં ગેરેજમાં કામ કરતા મિકેનિકના ખિસ્સામાં મોબાઈલ અચાનક બ્લાસ્ટ થયો હતો. નીબૂલાલ ચૌહાણ કાર નીચે કામ કરતો હતો ત્યારે મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. મોબાઇલ બ્લાસ્ટથી યુવકના હાથ અને પગના ભાગે ઈજા પહોંચી છે. તેમણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.


મળતી માહિતી અનુસાર, ગેરેજમાં કામ કરતા મિકેનિકના કિસ્સામાં મોબાઇલ બ્લાસ્ટ થતાં સ્થળ પર હાજર લોકો વચ્ચે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. મિકેનિક નીબૂલાલ ચૌહાણ કાર નીચે કામ કરતો હતો. આ દરમિયાન અચાનક  મોબાઇલ બ્લાસ્ટ થયો હતો. અચાનક મોબાઈલ ફાટતા યુવકને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટના પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

ઉલ્લેખનીય છે કે, મોબાઈલમાં બ્લાસ્ટ થવાના ઘણાં કારણો હોઈ શકે છે. જેમાં ખરાબ બેટરીનો ઉપયોગ, ડાયરેક્ટ તેજ તડકામાં ફોન રાખવો, ખોટી રીતે મોડિફાઇ કરવો, નકલી એસેસરીઝનો ઉપયોગ વગેરે કારણ પણ જવાબદાર હોઈ શકે છે.

Share :

Leave a Comments