વડોદરામાં અકસ્માતના બનાવો સામે પોલીસની સતત ઝુંબેશ ચાલી રહી છે તેમ છતાં દારૂ પી ફૂલ સ્પીડ કાર ચલાવવાના બનાવો હજી પણ બની રહ્યા છે.
વાસણા-ભાયલી રોડ પર રાણેશ્વર મંદિર પાસે બપોરના સમયે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ફુલ સ્પીડે વાંકી ચૂકી કાર ચલાવતા એક ચાલકને જોઈ પોલીસે તરત જ તેને અટકાવ્યો હતો. પોલીસે તપાસ કરતા કારચાલક દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેનું નામ યતીન મણીલાલ પટેલ (રહે. સત્યમ સોસાયટી પાસે, વસાહતમાં સુભાનપુરા) હોવાનું ખુલ્યું હતું. જેથી તેની કાર કબજે લઈ દારૂના કેસમાં અટકાયત કરવામાં આવી હતી.