- યુવતી લગ્ન કરવાનું કહેતા યુવક કોઇને કોઇ બહાનું કાઢીને વાત પલટાવી દેતો હતો, ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
વડોદરા છાણી વિસ્તારમાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
શહેરના છાણી વિસ્તારની રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી 25 વર્ષીય યુવતીને તેના જ વિસ્તારમાં રહેતા અજય દેવા અલગોતર સાથે વર્ષ- 2017માં આંખો મળી જતા પ્રેમ પ્રાંગર્યો હતો. પહેલા યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને સંબંધ બાંધ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. જેથી, યુવક તેને ફરવાના બહાને પાવાગઢ ખાતે લઇ ગયો હતો અને ત્યાં હોટલમાં એક રૂમ ભાડે રાખી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ યુવકે યુવતીના ભાડાના મકાનમાં તથા સયાજીગંજ હોસ્પિટલની એક હોટલમાં લઇ જઇને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી યુવતી યુવકને લગ્ન કરવા માટે જણાવ્યું હતું પરંતુ યુવક કોઇને કોઇ બહાનું કાઢીને વાત પલટાવી દેતો હતો. જેથી વારંવાર શરીર સંબંધ બાંધતો હોવા છતાં તેની સાથે લગ્ન કરતો ન હોય યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે યુવતીનું મેડિકલ કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે.