સાવલીના વાંકાનેરમાં રહેતા યુવકને વીજ કરંટ લાગતા બે દિવસની સારવાર બાદ આજે મોત

મુળ ઉત્તર પ્રદેશના વીરપાલ ઠાકોર રણજીતનગરમાં છુટક મજૂરી કરતા હતા

MailVadodara.com - A-young-man-living-in-Savli-Vankaner-died-today-after-two-days-of-treatment-due-to-electrocution

- પગ સ્લીપ થતાં યુવકે વીજ વાયરને પકડી લેતા કરંટ લાગ્યો હતો

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે. સાથે વરસાદના કારણે કેટલાય લોકો સ્લીપ થતાં હોય છે અને નાની-મોટી ઈજાઓ પણ પહોંચતી હોય છે. ત્યારે ક્યારેય વીજ કરંટ લાગવાથી કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. વડોદરાના સાવલીના વાંકાનેરમાં રહેતા યુવકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. હાલમાં પોસ્ટમોર્ટમ કાર્યવાહી ચાલી રહી છે, બાદમાં પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે.


મુળ ઉત્તર પ્રદેશના અને હાલમાં વડોદરાના સાવલી તાલુકાના વાંકાનેરમાં આવેલ રણજીતનગરમાં રહેતા વીરપાલ ઠાકોર (ઉંમર વર્ષ 45)ને ગત 28/6/24 ના રોજ પોતાના ઘરમાંથી બહાર જતા હતા. તે દરમિયાન વરસાદ શરૂ હતો અને તેના કારણે પગ સ્લીપ થતાં તેઓએ અર્થિંગ વીજ વાયરને પકડી લેતા કરંટ લાગ્યો હતો. ત્યારબાદ તેઓને સારવાર માટે સાવલીમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સયાજી હોસ્પિટલમાં તેઓની સારવાર એસ. આઇ. સી. યુ.ના સર્જરી ઇ.એફ. યુનીટમાં ચાલતી હતી. જેનું બે દિવસની સારવાર બાદ આજે મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ બનાવમાં યુવકનુ પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે અને બાદમાં પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે. આ બનાવને લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં મૃતક વિરપાલ ઠાકુરના ભત્રીજા વિજય પાલે જણાવ્યું કે, મુળ તેઓ ઉત્તર પ્રદેશના છે અને તેઓ અહીંયા મજૂરી કામ કરતા હતા. તેઓના પરિવારમાં ત્રણ બાળકો અને પત્ની છે. તેઓ રાત્રે ઘરેથી બહાર નીકળતા હતા અને વરસાદ શરૂ હતો, તે દરમિયાન પગ સ્લીપ થતાં અર્થિંગ વીજ વાયરને પકડતા અચાનક કરંટ લાગ્યો હતો. બાદમાં તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપી સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેઓનું મોત થયું છે. પોસ્ટમર્ટમ ચાલી રહ્યું છે, બાદમાં સાવલીમાં તેઓના અંતિમ સંસ્કાર કરીશું.

Share :

Leave a Comments