વાઘોડિયા રોડ પર બાઈકમાંથી સાપ નીકળતા યુવાન ડરી ગયો, રેસ્ક્યુનો વીડિયો કેમેરામાં કેદ

રેસ્ક્યુ કરનાર યુવકે બાઈકનો મોરો ખોલી રેસ્ક્યુ કરવા જતાં સાપે ફૂંફાડો માર્યો

MailVadodara.com - A-young-man-got-scared-when-a-snake-came-out-of-his-bike-on-Waghodia-road-the-rescue-was-captured-on-video-camera

- વન્યજીવ વોલિન્ટિયર યુવકોને બાઈકના મોરાના ભાગે ઘૂસેલા કોબ્રાને પોણા કલાકની જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરવામાં સફળતા મળી


વડોદરાના વાઘોડિય રોડ વિસ્તારમાં એક યુવકની બાઈકના આગળના ભાગે હેડલાઈટની ઉપર એક કોબ્રા સાપ ઘૂસી ગયો હતો. કાળોતરા સાપને જોઈ બાઇકચાલક યુવાન ડરી ગયો હતો અને તુરંત જ તેણે રેસ્ક્યુ કરનારને ફોન કરી બોલાવ્યા હતા. જે બાદ બાઈકનો મોરો ખોલી યુવકે સાપને જોઈને રેસ્ક્યુ કરવા જતાં ફૂંફાડો મારીને કરડવાનો પ્રયાસ કર્યો હતો. પોણા કલાકની ભારે જહેમત બાદ સાપને બહાર કાઢવામાં યુવકોને સફળતા મળી હતી. આ રેસ્ક્યુનો વીડિયો પણ યુવકે ફોનના કેમેરામાં કેદ કર્યો છે.


વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં બાઈકમાં કોબ્રા સાપ ઘૂસી ગયાનો વન્યજીવ વોલિન્ટિયર યશ તડવી અને સ્નેહલ પટેલ કોલ મળ્યો હતો. જેથી તેઓ તાત્કાલિક સાપનું રેસ્ક્યુ કરવા સ્થળે પહોંચ્યા હતા. બાઈકની આગળ હેડલાઈટના ભાગમાં કોબ્રા સાપ ઘૂસી ગયો હોવાથી બાઈકચાલક યુવક ગભરાઈ ગયો હતો. જે બાદ સાપનું રેસ્ક્યુ કરવા બન્ને યુવકોએ બાઈકનો મોરો ખોલતા સાપ ફીંડલું વળીને બેઠો હતો. યુવકે સાપને જોઇ રેસ્કયુ કરવા જતાં ફેણ માંડી હતી અને ફુંફાડો માર્યો હતો. બાઈકના મોરાના ભાગે ઘૂસેલા કોબ્રાને પોણા કલાકની જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. 


ઉલ્લેખનીય છે કે, ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બાઈક અને સ્કૂટરમાં સાપ ભરાઈ જવાની ઘટનામાં પણ વધારો થવા લાગ્યો છે. લોકોએ વાહનોમાં બેસતા પહેલાં સાવધાનીના ભાગે વાહનની સંપૂર્ણ તપાસ કરી લેવી. આ ઉપરાંત બૂટ-ચંપલ પહેરતા પહેલાં પણ એકવાર તપાસ કર્યા બાદ જ બૂટ-ચંપલ પહેરવા ચોમાસામાં હિતાવહ રહેશે.

ચોમાસામાં વાહનો અને બૂટ-ચંપલો ખાસ ચેક કરવા વિશ્વામિત્રી નદી અને ગ્રીન બેલ્ટને કારણે સરીસૃપોને સારું વાતાવરણ મળે છે. અમદાવાદ અને સુરત કરતાં વડોદરાનું વાતાવરણ સરીસૃપોને અનુકૂળ આવી ગયું છે. અવરનેશને કારણે પહેલાં કરતાં હવે સાપના કોલ વધારે મળી રહ્યા છે. વડોદરામાં 20 ટકા જેટલા સાપ ઝેરી છે, જ્યારે 80 ટકા જેટલા સાપ બિનઝેરી જોવા મળે છે. સૌથી વધુ સાપ ચોમાસામાં નીકળે છે. પછી ઉનાળામાં જોવા મળે છે અને શિયાળામાં સાપ દરમાં જતા રહે છે. 

Share :

Leave a Comments