વડોદરાના સીમડી ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું સ્થળ પર મોત

ઘરેથી નીકળી બસ સ્ટેન્ડ આવતો હતો અને કાળ ભેટ્યો

MailVadodara.com - A-young-man-died-on-the-spot-after-being-hit-by-an-unknown-vehicle-near-Simdi-village-in-Vadodara

- અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સીમડી ગામના બસ સ્ટેન્ડ પાસે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઘરેથી બસ સ્ટેન્ડ તરફ આવી રહેલા સીમડી ગામના યુવાનને પસાર થઇ રહેલા અજાણ્યા વાહને અડફેટે લેતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી.

મળેલી માહિતી પ્રમાણે, સીમડી ગામનો 38 વર્ષનો યુવાન મહેશ જીતુભાઇ વસાવા વહેલી સવારે ઘરેથી બસ સ્ટેન્ડ પર આવી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ પસાર થઇ રહેલા અજાણ્યા વાહને તેને ટક્કર મારી રોડ પર પાડી દીધો હતો. જેમાં તેને ગંભીર ઈજા થવાના કારણે તેનું સ્થળ પર તેનું મોત નીપજ્યું હતું.

શિનોર તાલુકાના સેગવાથી સીમડી સુધીના માર્ગ ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે વધુ એક ઘટના આજે સવારના સાડા પાંચ વાગે સીમડી ગામ પાસે બની હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં સીમડી ગામના મહેશ વસાવાએ જીવ ગુમાવ્યો હતો. મહેશ માટે યમદૂત બનેલો અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો. આ બનાવની જાણ ગામ લોકોને થતાં દોડી આવ્યા હતા. જેમાં ગામના પાર્થ દવે તેઓને ખાનગી વાહનમાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેશને તબીબોએ પ્રાથમિક તપાસમાં જ મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે શિનોર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Share :

Leave a Comments