વાઘોડિયા રોડ પર કારે ડિવાઈડર કૂદી બાઈકને અડફેટે લેતા યુવકનું સારવાર દરમિયાન મોત

દતપુરા પાસે રોડ પર ગામ પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

MailVadodara.com - A-young-man-died-during-treatment-after-a-car-jumped-the-divider-and-hit-a-bike-on-Waghodia-Road

- કારે બાઇકને ફંગોળ્યા બાદ કાર પલ્ટી ખાઇ રોડની બાજુમાં આવેલ વરસાદી કાંસમાં ખાબકી

- પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

વડોદરા વાઘોડિયા રોડ પર દતપુરા ગામ પાસે રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલકે યુવકને ફંગોળાતા કાર પલ્ટી ખાઇ રોડની બાજુમાં આવેલ વરસાદી કાંસમાં ખાબકી હતી. કાર ચાલક અને બાઇક ચાલક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં બાઇક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.


આ અકસ્માતની ગંભીર ઘટનામાં બાઇકચાલકને વધુ ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ યુવકનું નામ તુષારકુમાર ઇશ્વરભાઇ પરમાર (ઉંમર વર્ષ 26 રહે 110 અક્ષર વિહાર સોસાયટી શિવમ ટેનામેન્ટ નજીક તરસાલી બાયપાસ વડોદરા શહેર) હોવાનું સામે આવ્યું છે. આ યુવક વાઘોડિયા GIDCમાં નોકરી કરતો હતો અને નોકરી પર જતો હતો, તે દરમિયાન આ ઘટના બની હતી. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતની આ ઘટનામાં કાર ચાલક કોણ છે? તે હજુ સામે આવ્યું નથી પરંતુ, આ ભયાનક અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. તુરંત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. નજરે જોનારા લોકોનું માનવું છે કે, આ અક્સ્માત કોઈ ફિલ્મી દ્રશ્યો હોય તેમ કાર પલટી મારી ડિવાઈડર કૂદી બાઈક ચાલક સાથે અકસ્માત સર્જયો હતો.

આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગંભીર રીતે ઇજાઓ પહોંચતા બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજતા તેનો મૃતદેહના પોલીસે કબ્જો લઈ પોલીસે પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં અકસ્માત સર્જનાર કારચાલક કોણ છે તે હજુ જાણવા મળ્યું નથી.

Share :

Leave a Comments