દરજીપુરા એરફોર્સ પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા યુવાનનું મોત

MailVadodara.com - A-young-man-died-after-hitting-an-unknown-vehicle-near-Darjipura-Air-Force

વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક યુવાનનું મોત થયુ હતું. 

વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર આવેલા દરજીપુરા એરફોર્સ પાસે ગત રાત્રે પોણા એક વાગ્યાની આસપાસ દિનેશસિંહ ઉર્ફે કપલીંગ ભગવાનસિંહ રાઠોડ (ઉ.45) (હાલ રહે. કિસ્મત હોટલ, દરજીપુરા એરફોર્સ પાસે, મૂળ રહે. રાઠોડપુરા ગામ તા.ઠાસરા જિ. ખેડા)ને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત થયુ હતું. ઘટનાની જાણ થતાં હરણી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments