વડોદરાના લક્ષ્મીપુરા ગામ પાસે બાઈક પર પસાર થતાં યુવાનનું પતંગની દોરીથી ગળું કપાતા મોત

28 વર્ષીય સુભાષ પરમાર છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો

MailVadodara.com - A-young-man-died-after-being-strangled-by-a-kite-string-while-passing-by-on-a-bike-near-Laxmipura-village-in-Vadodara

- પરિવારનો એકના એક દીકરાના મોતથી પરિવાર શોકમાં ઘરકાવ

ઉત્તરાયણ પર્વને ચાર માસ બાકી હોવા છતાં કેટલાક લોકો દ્વારા પતંગો ઉડાવવામાં આવી રહી છે. મોડી સાંજે મોટર સાયકલ ઉપર જઇ રહેલા યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઇ જતા મોત નીપજયું હતું. આ યુવાન પરિવારનો એક માત્ર આધાર હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળેતી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં અંબાજી મંદિરવાળા ફળિયામાં 28 વર્ષિય સુભાષ શાંતિલાલ પરમાર પિતા અને દાદી સાથે રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મોટી બેનના લગ્ન થઇ ગયા બાદ ઘરની તમામ જવાબદારી સુભાષ ઉપર હતી.

સુભાષ પરમાર મોડી સાંજે પોતાની મોટર સાયકલ લઇને વડોદરા પાદરા રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો રસ્તામાં આવતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પાસેના લક્ષ્મીપુરા ગામ પાસે એકા એક તેના ગળા ઉપર પતંગની દોરી આવી જતા ગળું કપાઇ ગયું હતું. ગળામાં દોરી વાગતાની સાથે તે બાઇક ઉપરથી નીચે પટકાયો હતો.

આ ઘટના બનતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને લોહી લુહાણ થઇ ગયેલા સુભાષ પરમારને પાદરા ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં યુવાનનું ટૂંકી સારવાર બાદ નીપજ્યું હતું. ઉત્તરાયણ પર્વને આડે હજી 4 માસ જેટલો સમય બાકી હોવા છતાં પણ પતંગની દોરીથી ગણપતપુરા ગામના યુવાનનો પતંગની દોરીના કારણે મોત નીપજતા ગામમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.

મળેલી માહિતી પ્રમાણે સુભાષ પરિવારનો એકનો એક પુત્ર હતો અને એક બહેનનો એકનો એક ભાઇ હતો. માતાનું એક વર્ષ પૂર્વે અવસાન થયા બાદ સુભાષે પોતાના પરિવારની જવાબદારી ઉપાડી લીધી હતી અને છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સુભાષનું પતંગની દોરીના કારણે અણધાર્યું મોત નિપજતાં પરિવાર ઘેરા શોકમાં ઘરકાવ થઇ ગયો છે.

અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી ગણપતપુરા ગામમાં ગમગીની ફેલાવી દેનારા આ બનાવ અંગે વડોદરા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ વડોદરા તાલુકા પોલીસ મથકના અનાર્મ હેડ કોસ્ટેબલ રણજીતસિંહ કરી રહ્યા છે.

Share :

Leave a Comments