માંજલપુરના ડ્રીમ આઇકોનિયાના નવમા માળેથી પડતું મૂકી અગમ્ય કારણોસર યુવકનો આપઘાત

ફતેગંજ વિસ્તારમાં રહેતો યુવક માંજલપુર વિસ્તારમાં લોન્ડ્રીની દુકાન ધરાવતો હતો

MailVadodara.com - A-young-man-committed-suicide-by-falling-from-the-ninth-floor-of-Dream-Iconia-in-Manjalpur-for-unknown-reasons

- મૃતક બ્રિજેશ પરદેશી  ફતેગંજના ધોબી શેરીમાં વૃદ્ધ માતા-પિતા સાથે રહેતો હતો

- યુવકે શા માટે આ પગલું ભર્યું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી


વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા યુવકે નવમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે શહેરની સયાજી હોસ્પિટલન પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડ્યો છે. બનાવ અંગેના CCTV પણ સામે આવ્યા છે.

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતો અને માંજલપુર વિસ્તારમાં લોન્ડ્રીની દુકાન ધરાવતો યુવકે ડ્રીમ આઈકોનિયાના બિલ્ડીંગના નવમા માળેથી અગમ્ય કારણોસર પડતું મૂક્યું. આ યુવકનું નામ બ્રિજેશ દશરથભાઈ પરદેશી (ઉંમર વર્ષ 45) કે જેઓ શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા ધોબી શેરીમાં તેઓના માતા-પિતા સાથે રહેતા હતા.

આ બનાવ અંગે માંજલપુર પોલીસે આ યુવક આ બિલ્ડિંગમાં કયા કારણોસર ગયો અને શા માટે આ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ યુવકના પરિવારમાં માતા-પિતા ઉંમરલાયક છે અને તેઓની બહેનના લગ્ન થયેલા છે. મૃતક યુવકની બહેન મુંબઈ ખાતે રહે છે અને તેઓ પરત આવ્યા બાદ આ યુવકના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાલમાં માંજલપુર પોલીસે આ યુવકે કરેલી આત્મહત્યા પાછળનું કારણ શું છે તે જાણવા પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments