- વુડાના મકાનમાં રહેતા રણજીત દેવીપૂજક નામના યુવકે બ્રિજ ઉપરથી કૂદકો મારતા તેનું ઘટના સ્થળ પર મોત
શહેરના પ્રતાપનગર બ્રિજ ઉપરથી એક યુવકે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બનાવને પગલે રેલવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે, વડોદરાના પ્રતાપ નગર બ્રિજ ઉપરથી વાડી મોહમ્મદ તળાવ પાસે વુડાના મકાનમાં રહેતા રણજીત દેવીપૂજક નામના યુવકે આજે સવારે પ્રતાપ નગર બ્રિજ ઉપરથી કૂદકો મારતા તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું. બનાવને પગલે રેલવે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. પરિવારો પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. હજુ સુધી કોઈ કારણ મળ્યું નથી. વડોદરા રેલવે પોલીસ તપાસ હાથ ધરી છે.