- ડાયાબિટીસથી ગ્રસ્ત લોકો જોડાઈ શકશે, શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાતના અભિયાન તા. 14 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે જ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરાઈ છે. જેના ભાગરૂપે યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તા. 14 નવેમ્બરથી વડોદરા જિલ્લામાં યોગ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં ડાયાબિટીસથી ગ્રસ્ત લોકો જોડાઈ શકશે. પહેલા તેમનું પરીક્ષણ કરાયા બાદ નિષ્ણાત તબીબોના નિદાન બાદ યોગ, પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા ડાયાબિટીસથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે.
આ શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેમાં બીજી કોઈ બીમારી કે તકલીફ હોય તો તેના રિપોર્ટ સાથે આયોજકની જાણ કરવાની રહેશે. ત્યારબાદ રોજ સવારે 6થી 8 વાગ્યે યોગ અભ્યાસ માટે ફરજિયાત પણે જોડાવાનું રહેશે. સાથે જ યોગ દ્વારા દરેક લોકો ડાયાબિટીસથી જલ્દીથી મુક્ત થઈ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ કરી શકે છે.
વધુ જાણકારી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરાના યોગ કોર્ડિનેટર ડોક્ટર મીનાક્ષી પરમાર મો.નં 8866155977, સુનિલભાઇ પટેલ મો.નં. 9016558304, ઇન્દ્રજીત પરમાર મો.નં 7359720003, શીબાં મનોજ મો.નં 8980416611, રીશિકા વંજાની મો.નં 8460199338નો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરવો.