- 3 મોબાઈલ, સોનાની રીંગ, સોનાનું પેન્ડલ, રોકડા 3000 મળી કુલ 91,100ની માલમતા ભરેલા પર્સ ચોરી અજાણ્યો ઈસમ ફરાર
પુના ખાતે રહેતી મહિલા પરિવાર સાથે રાજસ્થાનના મંદિરે દર્શન કરી પરત ફરતી વેળાએ ટ્રેનમાં ઊંઘી જતા અજાણ્યો ઈસમ તેનું પર્સ સાથે રૂપિયા 90,000 ઉપરાંતની માલમતા ચોરી ફરાર થઈ ગયો હતો.
મહારાષ્ટ્રના પુને ખાતેના બસ્તી પુનાવાલેના લગેસી આઇ વી કાંટે ખાતે રહેતી સ્વાતિ ક્રિષ્ના ભુતડા નોકરી કરે છે. તેના પતિ ક્રિષ્ના અને સાસુ સંજીવની સાથે રાજસ્થાન તાલનપુર બોદનથી (રામદ્વાર) મંદિરે દર્શન કરી રણકપુર ભગત કી કોઠી ટ્રેન માર્ગે પુના પરત રવાના થઈ રહી હતી. ત્યારે તેઓ રિઝર્વેશન કોચમાં તેમના સીટ નંબર 23 પર મુસાફરી કરતી વેળાએ રાત્રિના એક વાગ્યે સૂઈ ગઈ હતી. સવારે વડોદરા રેલવે સ્ટેશન પાસે સિગ્નલ મળતું ન હોય ટ્રેન ઉભી રહેતા તેઓ ઉઠ્યા હતા. સવારે પાંચ વાગ્યે તપાસ કરતા માલુમ પડેલ હતું કે, એનું ભૂરા કલરનું લેડીઝ પર સીટ પણ નથી અને ચોરાઈ ગયેલ છે. જેમાં ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 16000, ચાર ગ્રામ સોનાની એંગેજમેન્ટ રીંગ, સોનાનું પેન્ડલ, રોકડા રૂ.3000 મળી કુલ રૂપિયા 91,100ની માલમતા ભરેલા પર્સને ચોરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. સ્વાતિ ભૂતાડાએ આ મામલે વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.