- સયાજી હોસ્પિટલમાં આ મહિલા કેદીને નીમોનીયા, થાઈરોઈડ અને ડાયાબિટીસ હોવાનું પણ સામે આવ્યું, પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
વડોદરાની મધ્યસ્થ જેલમાં નર્મદા જિલ્લાના એક પાકા કામની કેદી મહિલા 302ના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહી હતી. તેઓને બીમારી હોવાથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુની નીપજ્યું હતું. આ બનાવને લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા મંજુલાબેન હિરાભાઈ તડવી (રહે.ગરૂડેશ્વર, કોયારી ફળીયું, તા.ગરુડેશ્વર, જી.નર્મદા) ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં EPCO કલમ 302, 201ના ગુનામાં સેશન્સ કોર્ટ નર્મદા રાજપીપળાએ તારીખ 30મી નવેમ્બર 23ના રોજ આજીવન કેદની સજા ફરમાવી હતી. આ સજાના ભાગરૂપે તેઓને મજુર કેદી જેલોના પુનઃ વર્ગીકરણ મુજબ સજા ભોગવવા માટે રાજપીપળા જિલ્લા જેલથી વડોદરા મધ્યસ્થ જેલમાં બદલી કરી લાવવામાં આવ્યાં હતાં. આ દરમિયાન પાકા કેદીને ગત તા.18મી જુન-2024ના રોજ ફરજ પરના તબીબી અધિકારીના અભિપ્રાય મુજબ જમણી બાજુના પેરાલીસીસની વધુ સારવાર અર્થે જેલ ગાર્ડ સાથે SSG હોસ્પિટલ વડોદરા ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
ત્યાર બાદમાં સારવાર દરમિયાન તારીખ 8મી જુલાઈ 2024ના રોજ SSG હોસ્પિટલ વડોદરાના ફરજ પરના મેડિકલ ઓફિસરે મરણ જાહેર કરતા ફરજ પર હાજર પોલીસ કર્મીએ જેલમાં જાણ કરી હતી. આ બાબતે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સયાજી હોસ્પિટલમાં આ મહિલા કેદીને નીમોનીયા, થાઈરોઈડ અને ડાયાબિટીસ હોવાનું પણ સામે આવ્યું છે.