MSUની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમની બેઠકો વધારવાની માંગ સાથે વિધાર્થીઓનો અનોખો વિરોધ

AGSU વિદ્યાર્થી સંગઠને કોમર્સ ફેકલ્ટી ખાતે મહાભારતના મહત્ત્વપૂર્ણ પ્રસંગને ભજવ્યો

MailVadodara.com - A-unique-protest-by-students-demanding-increase-in-FYBCom-seats-in-MSUs-Commerce-Faculty

- આજે એજીએસયુ ગ્રુપ દ્વારા અનોખી રીતે વિરોધ કરી ફેકલ્ટીના ડીનને આવેદન પત્ર આપી બેઠકો વધારવાની માંગણી કરી


વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમ. એસ. યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી રહે છે. પહેલા વાઇસ ચાન્સેલરનો વિવાદ ત્યારબાદ પરીક્ષાના પરિણામો મોડા આવવાનો વિવાદ અને હવે કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમની બેઠકો ઘટાડવાના યુનિવર્સિટીના સત્તાધિશોના નિર્ણયને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિવાદ સર્જાયો છે, ત્યારે આજે બેઠક વધારવાની માંગણી સાથે એજીએસયુ ગ્રુપ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી ફેકલ્ટીના ડીનને આવેદન પત્ર આપી બેઠકો વધારવાની માંગણી કરી હતી.



વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમની બેઠકો ઘટાડવાના સત્તાધીશોના નિર્ણયને લઈને વિદ્યાર્થી સંગઠનો દ્વારા સત્તાધિશો સામે બાયો ચડાવવામાં આવી છે અને સત્તાધીશોના બેઠક ઘટાડવાના નિર્ણયના કારણે જે સ્થાનિક વિદ્યાર્થી 45થી 50 ટકા લાવ્યો છે અને બહારગામના જે વિદ્યાર્થીઓ 60 થી 65 ટકા લાવ્યા છે, તેવા વિદ્યાર્થીઓનું આ નિર્ણયથી વધ થવા જઈ રહ્યું હોવાનું વિદ્યાર્થી સંગઠન એજીએસયુએ આક્ષેપ કર્યા હતા.


એજીએસયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આજે યુનિવર્સિટીની મેઈન બિલ્ડીંગ ખાતે આવેલ કોમર્સ ફેકલ્ટી ખાતે મહાભારતના મહત્વપૂર્ણ પ્રસંગને ભજવવામાં આવ્યો હતો. જેમાં એજીએસયુના વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલ દ્વારા ધર્મરાજ યુધિષ્ઠિર તેમજ અન્ય વિદ્યાર્થી નેતા દ્વારા ગુરુ દ્રોણાચાર્યનું પાત્ર ભજવી એક અર્ધસત્ય કેટલું નુકસાન કરી શકે છે, તેનો સંદેશો યુનિ સત્તાધિશોને આપવાનો પ્રયાસ તેમની આંખો ખોલવા એક પ્રયાસ કર્યો હતો અને ફેકલ્ટી ડિન ને આવેદનપત્ર આપી નરોવા કુંજરોવાનું મહાભારત બંધ કરી 45 કે તેથી વધુ ટકા લાવનાર સ્થાનિક વિદ્યાર્થીઓને અને 60 થી વધુ ટકા લાવનાર બહારગામના વિદ્યાર્થીઓને એફવાયબીકોમ માં પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી કરી હતી.


એજીએસયુ ગ્રૂપના વિદ્યાર્થીનેતા પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમમાં જે રીતે સિન્ડિકેટ ની સર્વોચ્ચ કમિટી દ્વારા એક પરિપત્ર પસાર કરવામાં આવ્યો હતો જેમાં 45 થી 50 ટકાએ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ જે શહેર જિલ્લાના હશે તેમને પ્રવેશ મળશે જ્યારે બહારગામના જે પણ વિદ્યાર્થીઓ છે, જેમના 65 ટકા હશે તેમને પ્રવેશ આપવામાં આવશે પરંતુ જ્યારે ફેકલ્ટી તરફથી ક્રાઇટ એરિયા બહાર પાડવામાં આવ્યો ત્યારે શહેર જિલ્લા માટે 50 ટકા અને બહાર ગામના વિદ્યાર્થીઓ માટે 65 ટકા કરી દેવામાં આવ્યા હતા. જયારે યુનિવર્સિટી ની સિન્ડિકેટ કમિટીમાં પાસ થયેલ નિર્ણય ને કોમર્સ ફેકલ્ટી દ્વારા અવગણના કરી ક્રાઇટ એરિયા અલગ જ જાહેર કરવામાં આવ્યો છે તેમાં અસત્ય સાબિત થઈ ગયું છે

Share :

Leave a Comments