સમામાં 120 સોસાયટીના લોકોની 5 વર્ષથી યોગકેન્દ્ર બનાવવા માંગણી, છતાં કોઇ નિર્ણય લેવાતો નથી!!

બે કાઉન્સિલરોની લડાઇમાં સમા ટી.પી.-11 વિસ્તારમાં યોગકેન્દ્ર બની રહ્યું નથી..?!!

MailVadodara.com - A-total-of-120-people-from-the-society-have-been-demanding-to-build-a-yoga-center-for-5-years-but-no-decision-is-taken

- સમા વિસ્તારમાં ગાર્ડનની બાજુમાં આવેલી કોર્પોરેશનની જમીનમાં ભાજપના વર્તમાન કોર્પોરેટરે પણ યોગ કેન્દ્ર બનાવવાની માગણી કરી હતી..!!

- જાેકે જમીન સમથળ થતાંની સાથે ભાજપના અન્ય કાન્સિલરે અતિથિગૃહ બનાવવાની માગ કરતા યોગકેન્દ્રનું કામ ઘોંચમાં પડ્યાનું જાણવા મું..!!


સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ, વડોદરામાં બે કાઉન્સિલરોની લડાઇના કારણે સમા ટી.પી.-11 વિસ્તારમાં યોગકેન્દ્ર બની રહ્યું નથી. 120 સોસાયટીના લોકો છેલ્લા પાંચ વર્ષથી યોગકેન્દ્ર બનાવવા માટે માંગ કરી રહ્યા છે. છતાં, યોગકેન્દ્ર માટે કોઇ નિર્ણય લેવામાં આવતો નથી. સ્થાનિક લોકોને કહેવું છે કે, સોસાયટીના લોકો અલગ-અલગ જગ્યાએ ભેગા થઇ યોગ કરી રહ્યા છે. તેના બદલે એકજ જગ્યાએ ભેગા થાય તે માટે અમે યોગકેન્દ્ર બનાવવા માટે માંગ કરી રહ્યા છે.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગાર્ડનની બાજુમાં આવેલી કોર્પોરેશનની માલિકીની જમીનમાં ડિસેમ્બર-2018માં જે તે સમયના મહિલા કોર્પોરેટર પન્નાબહેન દેસાઇની રજૂઆત બાદ ગેરકાયદે દબાણો દૂર કરવામાં હતા. ત્યારે સ્થાનિક રહીશો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી આ જમીન પર યોગ કેન્દ્ર બનાવવાની માંગણી કરી હતી. અને તેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા આ જમીનમાં માટી પુરાણ કરી સમથળ બનાવવામાં આવી હતી. આ દરમિયાન પાલિકા દ્વારા પણ આ પ્લોટ ઉપર યોગકેન્દ્ર બનાવવા માટે તૈયારી બતાવી હતી. દબાણો દૂર કરાવનાર માજી મહિલા કાઉન્સિલરે પણ યોગકેન્દ્ર બનાવવા માટે પાલિકામાં રજૂઆત કરી હતી. પરંતુ, ભાજપના એક કાઉન્સિલરે અતિથિગૃહ બનાવવા માંગણી કરતા વિવાદ સર્જાયો છે. જે અંગે સ્થાનિક રહીશોએ પ્રિન્સિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કરી માંગણી કરી હતી કે, અગાઉ આ જમીન પરના દબાણ હટાવી તે જમીન પર યોગ કેન્દ્ર બનાવવાનું આયોજન હતું. તે આયોજન યથાવત રાખવામાં આવે તે જરૂરી છે.


મળતી માહિતી મુજબ, આ જમીનમાં યોગકેન્દ્ર બનાવવા અંગે ભાજપના એક વર્તમાન કોર્પોરેટરે પણ અવારનવાર રજૂઆત કરી હતી. પરંતુ આ જમીન સમથળ થતાંની સાથે જ આ વિસ્તારના ભાજપના અન્ય એક કાઉન્સિલરે કોર્પોરેશનમાં આ જમીન પર અતિથિગૃહ બનાવવાની માંગણી કરતા પુનઃ યોગકેન્દ્ર બનાવવાનું કામ ઘોંચમાં પડ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

જેને પગલે ભાજપના કોર્પોરેટરની અતિથિ ગૃહ બનાવવાની માંગણી સામે સ્થાનિક રહીશોએ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળી આવેદનપત્ર પણ આપ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગને મહત્વ મળ્યું છે. ત્યારે ગાર્ડનની બાજુમાં કોર્પોરેશન દ્વારા દબાણો હટાવી જમીન સમથળ બનાવવામાં આવી છે. તે જગ્યામાં યોગકેન્દ્ર બનાવવામાં આવે તો વહેલી સવારે ગાર્ડનમાં ચાલવા માટે આવતા લોકો યોગ પણ કરી શકે છે.

120 સોસાયટીના અગ્રણીઓ પૈકી હર્ષદ શાહ, ભૂપેન્દ્ર પટેલ, મુકુંદ શાહ, ડો. રાકેશ શાહ, અનિલ ધાબલીયા અને હસમુખ પટેલ વગેરે જણાવ્યું હતું, અમો 120 સોસાયટીના લોકોની રજૂઆતને ધ્યાનમાં મ્યુનિસિપલ કમિશનરે ખાતરી આપી છે કે, સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જોકે, તે વાતને પણ ઘણા દિવસો થઇ ગયા છે. શિયાળાની શરૂઆત થઇ ગયા છે. વહેલી સવારે લોકો વોકિંગ કરવા માટે નીકળી રહ્યા છે. અત્યારે લોકો અલગ-અલગા જગ્યાએ ભેગા થઇને યોગ કરી રહ્યા છે, ત્યારે મોર્નિંગ વોક કરનાર લોકો એક સાથે ભેગા મળી યોગ કરે તે માટે વહેલીતકે નિર્ણય લેવામાં આવે તેવી અમારી માંગણી અને લાગણી છે.

Share :

Leave a Comments