સસ્તા મકાનો આપવાની લાલચ આપી ગ્રાહકો સાથે 5 કરોડ ઉપરાંતની છેતરપિંડી કરનાર ઠગ ઝડપાયો

જિલ્લા પેરોલ-ફર્લો સ્કોર્ડે ભેજાબાજ આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો

MailVadodara.com - A-thug-who-defrauded-customers-of-more-than-5-crores-by-luring-them-to-give-cheap-houses-was-caught

- વાઘોડીયા તાલુકામાં મકાનોની સ્કીમો મૂકી આરોપી નજરઅલી મરેડીયાએ ગ્રાહકો પાસેથી મકાનો બુકિંગ કરાવી 5.63 કરોડ રૂપિયા પડાવ્યા હતા

વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકામાં મકાનોની સ્કીમો મૂકી ગ્રાહકો પાસેથી મકાન બુકિંગના રૂપિયા 5 કરોડ ઉપરાંત લઇ ફરાર થઇ ગયેલા આરોપીને જિલ્લા પેરોલ-ફર્લો સ્કોર્ડે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી વાઘોડિયા પોલીસના હવાલે કર્યો છે. વાઘોડિયા પોલીસે ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની માહિતી આપતા જિલ્લા ફર્લો સ્કોડના PSI વી.જી. લાંબરીયાએ જણાવ્યું હતું કે, રેન્જ આઇજી સંદીપ સિંહ, તેમજ જિલ્લા પોલીસ વડા રોહન આનંદે વડોદરા જિલ્લામાં બનતા છેતરપીંડી, વિશ્વાસઘાત અને ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તથા આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ જિલ્લામાં દાખલ થયેલ સિરીયસ તથા મિલ્કત વિરૂદ્ધના અને અપહરણના ગુનાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી. જોહર નજરઅલી મરેડીયા ( રહે.6-બી/622, હાયલેન્ડ પાર્ક, એસ.વી.રોડ, દહીસર, ઇસ્ટ મુંબઇ (મહારાષ્ટ્ર) એ અન્ય આરોપીઓની મદદગારીથી પૂર્વ આયોજીત કાવતરૂ રચી વાઘોડિયા તાલુકાના કમલાપુરા ગામની સીમમાં સંસ્કારનગર નામથી ડી.બી.એસ. પ્રાઇવેટ લિમીટેડ નામની કંપનીએ સ્કીમ મૂકી હતી.


આ કંપની દ્વારા રહેણાંક મકાનોની સ્કીમની લોભામણી જાહેરાતો આપી આ લોકોને વિશ્વાસમાં લઇ તેઓ પાસે મકાનો બુકિંગ કરાવીને રોકડ તથા ચેક તેમજ લોનથી રૂપિયા 1,54,35,635 તેમજ અન્ય લોકો પાસેથી પણ મકાનો બુકિંગ કરાવી રોકડા તથા ચેક તથા લોનથી મળી કુલ રૂપિયા 5,63,33,757 જેટલી રકમ લોભામણી જાહેરાતો કરી રોકાણ કરાવી રૂપિયા પડાવી લીધા હતા અને મકાનો બનાવી આપ્યા ન હતા. આ દરમિયાન છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, ભેજાબાજ જોહર મરેડીયા તે સમયે પોલીસની હાથ લાગ્યો ન હતો અને મહારાષ્ટ્રમાં જઇ છૂપાઇ ગયો હતો.

જોકે, જિલ્લા પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ વી.જી. લાંબરીયાએ આ આરોપીને ઝડપી પાડવા માટે આરોપીના વસવાટના સંભવિત તમામ સ્થળો પર જરૂરી વોચ ગોઠવી કેસ કાગળોનો ઝીટવણટભરી રીતે અભ્યાસ કરી માહિતી એકત્રિત કરી હતી અને બાતમીદારોને સક્રિય કરી ભાળ મેળવવતા જરૂરી હ્યુમન તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરતા બાતમી મળેલ કે, વોન્ટેડ આરોપી જોહર નજરઅલી મરેડીયા 6-બી/622, હાયલેન્ડ પાર્ક, એસ.વી.રોડ, દહીસર, ઇસ્ટ મુંબઇ (મહારાષ્ટ્ર) ખાતે આવનાર છે. જે ચોકકસ બાતમી આધારે પેરોલ-ફર્લો સ્કોર્ડની ટીમના હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ, મોહંમદ મુનાફભાઇ, પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને તુષારભાઇ તાત્કાલિક મહારાષ્ટ્ર ખાતે પહોંચી ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.

Share :

Leave a Comments